થાપણ
સામે દુનિયાની જે વાઘણ હતી✔️
આયના સામે, ભીની પાંપણ હતી.

વેચી દારૂડિયા બાપે જેને ધનિકને,
ઘરની એ જ તો ખરી ટેકણ હતી.

પુરાયો સાવજ જેને કાજ પિંજરે,
એ તો ફક્ત ખીંટે બાંધેલ મારણ હતી.

બહુ ઉધામાં કરી ચડી જેનો ટેકો લઈ?
એ જ એની આજ ખાપણ હતી.

એક ઘરથી ઉખડી, બીજે રોપી,
બસ એ તો એક થાપણ હતી.
…લતા…’વેલ’

1 thought on “

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s