Monthly Archives: September 2016

હાઇકુ માળા

શુભ પ્રભાત 

કરીએ કઈ સારું 

દેશ ને કાજ 
સહુ મળીને 

કરીએ વિરોધ આ 

આંતકી રાજ 
પ્રજા નો સાથ 

રાજા મજબુત તો 

થાશે જ નાશ 
યા હોમ કરી 

સહુ સંગાથ કરો 

વિરોધ આજ


થવું જ રહ્યું 
આંતકી રાજ નાશ 

બચે દુનિયા.

લતા

અછંદાસ…ટુકડાઓ

​અછંદાસ રચનાઓ

————————

વગર અવાજે

તુટ્યુ  સ્વપ્ન 

વહ્યુ રક્ત

કોઈ જોઈ ન શક્યું 

કોલાહલ જોઈ

ચુપચાપ

લુછી અશ્રુ

ગયુ પાછુ. 

  …લતા…
ભલે હો

આજ વિદાય આપણી

પણ આવશુ ફરી

પડતા રાત

દેવા સહુ ને 

ટમટમતો પ્રકાશ.

 …લતા…
ખબર છે મને

તને છે મારી ખુબ ચિંતા

વાત તારી 

છે 100% સાચી

પણ

કરુ શુ?

છે જ્યા સુધી તુ

મારી સાથે 

નથી ચિંતા મને કશાની…

કાલની છે ખબર કોને…

જઈશ તુ પહેલા 

કે હું…

છોડ ને એ વાત…

ચાલ ને 

માણીએ આજ ને.

    …લતા… 
છે 

કઈક

તો છે

આપણી

વચ્ચે 

ને 

એ 

છે  નું

બંધન

છે 

એટલુ જ

છે 

ઘણુ

આપણી વચ્ચે 

 …લતા…
ભલે થયુ 

આકાશ આખુ

કાળુ ધબ્

આવી પુરુ

રંગ અનેક

જાણે રચાય

મેઘ ધનુષ 

 …લતા…
રહદયના એ ખૂણેથી 

આવ્યો અવાજ 

જયા 

હજુ ન ડોકાયુ કોઇ 

‘કાશ!….કોઈ તો રાખત ધ્યાન…

તો આજ ન હોત 

ખાલી ખાતુ…’

 …લતા…
તને 

લાગે ભલે

આપણો સબંધ 

ઉપરછલ્લો

પણ 

જો 

ભીતર તારા

જે 

હલબલે છે

એ 

બીજુ 

કંઈ નહિ 

પણ

આપણા 

સબંધ નો

છે પાયો

આવ 

ભીતર

આવ 

હજુ

આપણા પ્રેમથી

સિંચીએ 

ને

કરીએ 

મજબૂત પાયો.

…લતા…
હાશ! થઈ 

આખરે તને

સંભળાયો

મારો 

પ્રેમ ભર્યો પોકાર..!

   …લતા…
કયા સુધી રાખીશ દ્વાર બંધ

કરી નાખ દ્વાર ખુલ્લા 

જો પછી

નવા જીવનની નવી હવા

કેવી કરે છે પ્રફુલ્લ તને

  …લતા…
તુ જ મારો માધવ

કરી પોકાર થાકી 

આવ હવે તો આવ..

ને કર મને છલોછલ     …લતા…
ન ડર એમ

તારા ખાલીપા ને

આવી ભરવા….

એમ કઈ 

હુ 

ન થવા દઉ

તને એકલી

તુજ તો છે

મારી 

દિલોજાન સખી.

      …લતા…
જો તો ખરી…!

નથી ગયુ કશુ…

ન વહેવા દે 

એમ અશ્રુ…

ઝાંકી ને જો

અંદર જ

હુ તો છુ 

તારામાં જ…!

  … લતા …
જયા પડયા છાંટા ઝાકળ તણા  મુજ મુખ પર

જાણે તારા હોવા નો અહેસાસ થયો 

‘વેલ’ વટળાઈ  તરુને આધાર જેના પર

મળી જાણે એવી જીવતા હોવાનો અહેસાસ થયો

 …લતા…
તારી યાદ ની 

ભીનાશમાં

ડુબતી જાઉ છુ

આવ ને 

જાલ હાથ મારો

તો

તરી જાઉ ભવસાગર 

સંગ સંગ તારા.

    …લતા…
જીવન આનંદ છે

માણો તો

નહિ તો છે

કઠીન…

યાત્રા ભલે રહી 

જીવન કેરી

મુશ્કેલ 

ભરશુ રંગ 

મેઘધનુષના

કરશુ જીવન આનંદ

    …લતા…
વાહિન મારો આવ્યો 

ભરાયુ ઘર

કલબલાટ…ચારે કોર

નેપી લટકે…ઝબલુ ઝુમે..

ઝુલે વાહિન…

સાંભળી હાલરડા મારા..

ને…

થયો સમય પુરો

દાદા ઘેર જવા 

થયો તૈયાર 

ધુનમાં પોતાની 

આવજે લાડલા…

ફરી ફરી…

ભરવા મારું દિલડુ…

કહી આવી અંદર…

જોઉ ખાલી ઘર…

     …લતા…
ફરી ફરી યાદ 

કરતા રહયા 

ભુતકાળ…. 

માણ્યા વગર

વતઁમાન

આવ્યુ  જો ને

ઘડપણ

 …લતા…

ઈન્ટરનેટ ની શોધ નો જશ આપવો હોય તો  લીયોનાર્દ ક્લેનરોક ( Leonard kleinrock) ને આપી શકાય. મે 31 1961 ના દિવસે લોકો માટે જાહેરમાં મુકાયુ.
1962 માં જે.સી.આર. લીકલાઈડર ( J.C.R.Licklier) પહેલા PITO ના ડાયરેક્ટર થયા ને વિઝન સ્પષ્ટ કર્યુ. રોબર્ટ ટેલર(  Robert taylor) ની મદદથી લીયોનાર્દ ક્લેનરોક અને જે.સી.આર લીકલાઈડર એ મળી ને આરપનેટ ઈનીટીઅલ ક્રિએશન ( Arpanet Initial creation ) નામથી કામ શરુ કર્યુ.

અત્યારે આપણે જે ઈન્ટરનેટ નો ઉપયોગ કરીએ છીએ એની શરૂઆત યુનાઇટેડ સ્ટેટ ના કેલિફોઁનિયામા 1960 માં થઈ એમ કહી શકાય. પણ 1968 ના ડિસેમ્બરમાં ‘A study of computer network design perameters’ નામની સંસ્થા બની જેમા બીજા પણ ઘણાની મહેનત કામે લાગી. ને જાહેર જીવનમાં લોકો શિખવા લાગ્યા ઈન્ટરનેટ વિશે. જૂલાઈ 3 1969 ના દિવસે
UCLA યુનિવઁસીટી ઓફ કેલિફોઁનિયા …લોસ એન્જલસ.. એ લોકો સમક્ષ પ્રેસમાં આપી ને જાહેર જનતા માટે ઈન્ટરનેટ ખુલ્લુ મુકયુ.

આ રીતે ઈન્ટરનેટ આપણા બધા સુધી પહોચ્યુ..ને આજ ના યુગ ની જરૂરીયાત બન્યુ. દરેક ક્ષેત્રમાં ઈન્ટરનેટ  એ પગપેસારો કર્યો છે.  પછી તે ગામડાની ખેતીવાડી હોય કે હાયટેક શહેરનું ટેકનોલોજી થી ભરેલું જીવન. આજે ઈન્ટરનેટ ની શોધ થઈ છે તો દુનિયા એકદમ નજીક લાગે છે. ફેસબુક. …વોટ્સઅપ..ટ્વિટર. ..આવી તો કેટલીએ સાઇટ ઈન્ટરનેટ ને આભારી છે. એક ક્ષણમાં કયાં ના કયાંની જાણકારી મળી જાય. ….દુનિયાના કોઇ પણ ખૂણે રહેલી વ્યક્તિ સાથે વાત કરવી …આ બધુ તો સહજ વાત થઈ ગઈ છે.

ધંધા રોજગારના ફેલાવા માટે તો જાણે એના વગર ચાલે જ નહી.  ઓન લાઇન ધંધાની બોલબાલા વધતી જ જાય છે. પહેલા જે માન્યતા હતી કે જોઈ ચકાસી ને જ ખરીદી કરાય એ વાત ની તો હવે આજ ના જનરેશન ને જરૂર જ નથી લાગતી. એટલે એવું પણ નથી કે જોયા વગર માથે પડે એવુ બધુ મળી જાય છે. ઓનલાઈન
ખરીદીમાં પણ બધુ જોઈ ને ખરીદી શકાય છે. એ ત્યાં સુધી કે ન ગમે કે વસ્તુ સારી ન નીકળે તો બદલી પણ શકાય.

એજ રીતે આરોગ્ય ને લગતી બાબતોમાં પણ ઈન્ટરનેટ નો ખુબ બહોળો ઉપયોગ થાય છે. અરે અંતરીયાળ ગામડામાં પણ ઈન્ટરનેટ ની મદદથી દેશ વિદેશના તબીબો સાથે વિચાર વિમસઁ કરી માગઁદશઁન મેળવી સારવાર શક્ય બનતી થઈ છે.

તો ખેતીવાડી ના કામમાં પણ એનો વ્યાપક ઉપયોગ લાભદાયી સાબિત થયો છે. દેશ વિદેશના  ખેડૂતો નવી નવી ટેકનોલોજી ની આપ લે કરી વધારે સારી ખેતી કરતા થયા.

વિદ્યાભ્યાસમાં તો એમ લાગે કે સૌથી વધારે ઈન્ટરનેટનો ઉપયોગ થતો હશે. એક દેશમાં બેઠાબેઠા બીજા દેશમાં પરિક્ષા આપવી તો જાણે રમત વાત થઈ ગઈ છે. વિદ્યાર્થીઓ ને કંઇ પણ મુંઝવતા પ્રશ્ર્ન હોય મોટા મોટા થોથા ઉથલાવી શોધવાનું ને એ માટે કાં તો પુસ્તકો ખરીદવા પડે કે પુસ્તકાલયમાં જવાનો સમય કાઢવો પડે. એ માટે પણ પ્રવાસી સાધનનો ઉપયોગ કરવો પડે. એટલે પેટ્રોલ કે ડિઝલ નો ઉપયોગ થાય.  ને પ્રદૂષણ ફેલાય.  એ રીતે પરોક્ષ રીતે પ્રદૂષણ  ન ફેલાય. ઈન્ટરનેટ નો ઉપયોગ ઘર બેઠા જ કરી જે જોઇએ સચઁ કરી લે એટલે.

આ ટેક્નોલોજી ને કારણે માનવ સમયનો ખુબ બચાવ થયો છે. એટલે ઓછા સમય ને ઓછી માનવ શક્તિ એ કામ ઝડપી થાય છે. બેન્કિંગ ક્ષેત્રમાં તો દરેક કામ ઈન્ટરનેટ દ્વારા જ થાય છે. પૈસાની લેવડ દેવડથી માંડીને બધી જાતના કામ ઈન્ટરનેટે સરળ બનાવી દિધા છે.

તો સામે અમુક ગેરફાયદા પણ છે. માનવ કલાકની બચત ને લીધે બેકારી વધી. જોબ પર ઓછા લોકો ને રાખીને પણ કામ વધારે થઈ શકે એટલે બાકીના લોકોને કામ ન મળે. ને નવરું મગજ ઉલ્ટા કામ કરવા પ્રેરાય.
દરેક નવી શોધના ફાયદા ને ગેરફાયદા તો રહેવાના જ.

આ ઈન્ટરનેટ ને લીધે સોશિયલ મીડિયા નો વ્યાપ વધ્યો. અને આપણે બધા એકબીજાની વધુ નજીક આવ્યા. પોતાના વિચારો મુક્ત રીતે પ્રદર્શિત કરતાં થયા. જે વાત સામે સ્પષ્ટ રીતે ન કહી શકીએ એ આ માધ્યમ દ્વારા સહજતાથી કહી શકાય. પોતાના વિચારો દેશ વિદેશમાં ક્ષણોમાં શેર કરી શકાય. જે પહેલા શક્ય ન હતું. પહેલા તો પોતાના વિચારો ને લખીને પુસ્તક કે ચોપાનીયા રુપે છાપી બધે મોકલવા પડે…એની પાછળ આર્થિક રીતે પણ ઘસાવુ પડે ને એ પછી પણ કોઈ ખરીદશે કે વાંચશે એ બધી બાબતો ખુબ ભાગ ભજવતી. જ્યારે હવે તો સોશિયલ મીડિયાનો ઉપયોગ ખુબ સરળ બન્યો છે. ત્યાં કંઈ પણ મુકો એટલે ઈન્ટરનેટ દ્વારા આખી દુનિયામાં પહોંચી જાય. કોઈ વધારાની ઝંઝટ વગર. આ લેખની જ વાત કરું તો જો પુસ્તક રુપે હોય તો જાણીતા લેખકનું કોઈ પણ ખરીદે પણ અજાણ્યા નો ભાવ કોઈ ન પુછે, પણ અહી તો સહજ રીતે એમ જ ફ્રી માં સામે આવે અને સારું લાગે તો આપોઆપ જ એનો પ્રચાર થાય. આ રીતે ઘણા અજાણ્યા સાહિત્યકાર ને આગળ આવવાની તક મળી છે.

સાહિત્ય જ નહિ પણ બીજી પણ ઘણી બાબતો સાથે આ સાધન જોડાયેલું છે. આ માધ્યમ દ્વારા નવા પરિચય થાય એ દ્વારા જે એકલા પડી ગયા હોય એમને પોતાને ગમતી કંપની મળે. જો કે સમજીને. હવે તો એ રીતે મળેલા બે જીવો એક થઈ પોતાનો સુખી સંસાર પણ ઈન્ટરનેટ ના પ્રતાપે વધારી શકે છે. તો કોઈ વાર ખોટી વ્યક્તિ પણ ભટકાઈ જાય ને જીવનભર પસ્તાવાનો વારો આવે એવું પણ બને. કોઈપણ વસ્તુનો ઉપયોગ સમજદારી થી થાય તો ફાયદો છે જ. પણ  અતીરેક વજ્યતે.

ટૂંકમાં આજના યુગમાં ઈન્ટરનેટ વગર કોઈ જ કામ શક્ય નથી. એટલે નાના મોટા સહુએ એનો ઉપયોગ કેવી રીતે કરાય એ શિખવું જ જોઇએ.
  …લતા સોની કાનુગા…
  …રેખા સોલંકી…
અંતે ઈન્ટરનેટ માટે દિલમાં ઉઠતા ભાવો ને રોકી નથી શકતી.
ઈન્ટરનેટ
ઈન્ટરનેટ વણાયું જીવન સંગ
માણો મોજથી
ખોલો જાદુઈ છડી
આવે અસંખ્ય કામે એ તો
આપે અચાનક આનંદાશ્ચયઁ
મળે જુના મિત્ર રુપી ખજાનો
તો કોઈ દિવસ
એકલવાયા જીવનને
નવા મિત્રો ની વણઝાર …
થઈ જરૂરત બિમાર ને લોહી ની
પહોંચાડે સંદેશ ક્ષણોમાં
ને
એમાં એ પડે જરૂરત ધનની વધૂ
કે
નિષ્ણાત તબીબ ની
મળે તુરત એ પણ…
છે ને ફાયદો જ ફાયદો…!
હોય કાઢવી ખોડ એમાંથી
નિકળશે ભૂલો એમાંથી પણ…
અતી વજ્યતે…!
  …લતા…

પતિની ઉઘડી આંખ 


પતિની ઉઘડી આંખ

“રાજુ બેટા પીલે ને આ દૂધ. જો તારી મા ને હું ગમે ત્યાંથી શોધી લાવીશ હો.” જીવો છેલ્લા 3 દિવસથી એના વહાલા રાજુને લાડ લડાવી…ફોસલાવી સમજાવવાનો પ્રયત્ન કરતો હતો. પણ રાજુ બસ રડ્યા કરતો. જીવાની આંખમાંથી આવતા આંસુ તેણે મહા પરાણે રોક્યા.

જીવો ને જીવીનું જીવન આ શહેરમાં જ વીત્યુ હતુ. ગરીબી ના કારણે ભણ્યા નહી. માબાપની જેમ કડિયાકામ ચાલતા હોય ત્યાં મજૂરી એ જતાં બંને પરણી ગયા. એમાં એમના જીવનમાં બાળક આવ્યુ ને ખુશીઓ લાવ્યું. જીવો હવે મજૂર મટી કડિયો બન્યો. ને આવક વધી. જીવી નાનું એવુ ચાલીમાં ઘર લેવાના સપના જોવા લાગી.

જીવી મા બની એમા એ દિકરા રાજુને સાચવવા…ઘરકામ ને મજૂરીએ જવુ એમાં જીવા પર બેધ્યાન રહેવા લાગી.

આ બાજુ જીવો કુછંદે ચડી દારૂની લતે ચડ્યો. શરૂમાં તો જીવીએ આંખ આડા કાન કર્યા. પણ દિવસે દિવસે જીવો વધારે ને વધારે દારૂ પીવા લાગ્યો. જીવીએ એને આ લતમાંથી વાળવાનો ખુબ પ્રયત્ન કર્યો પણ વ્યથઁ.

છેવટે એક સવારે જીવી કોઈને કઈ કહ્યા વગર એકલી જ ચાલી ગઈ. મોઢા એટલી વાતો ફેલાઈ.  જીવી આની સાથે ભાગી ગઈ ને પેલાની સાથે જોઈ હતી.

જીવાની આંખ હવે ખુલી. છેલ્લા 3 દિવસથી દારૂનો છાંટો પણ નોતો લીધો. બસ દિકરાને સાચવવામાં જ રહેતો. એણે પોતાની જાત સાથે કસમ ખાધી કે હવેથી એ દારૂ ને હાથ પણ નહી લગાડે.

આમનામ 5 દિવસ થઈ ગયા. રાજુ રોતા રોતા સુતો પણ ઘડી ઘડી જબકી ને જાગી જતો. રાત પડવા આવી હતી ને દરવાજે ટકોરા પડ્યા. 3 વરસનો રાજુ એકદમ જાગીને દરવાજા બાજુ દોડ્યો. જીવો તરત એની પાછળ ગયો. દરવાજો ખોલી ને જુવે છે તો એક સ્ત્રી ઓછાયો દેખાયો. રાજુ તો દોડી ને મા ને વળગી પડ્યો. જીવો અપલક નયને જીવીને જોતો રહ્યો.

લતા સોની કાનુગા.

25.8.16.