Monthly Archives: August 2016

ગુજરાતી ભાષા 

આજે ગુજરાતી ભાષા નો જન્મ દિવસ ઉજવાય છે. ને શ્રી નમઁદ ની જન્મ જયંતિ  પણ આજે છે.

આપણે ગુજરાતી હોવા ને નાતે ગુજરાતી ભાષા તો આપણને અને આપણા બાળકો ને આવડવી જ જોઇએ. ભલે આજે બહારની દુનિયામાં પગ મુકવા બીજી ભાષા પણ શિખીએ, પણ આપણા વિચારો. ..આપણને આવતા સપનાઓ એ બધુ તો લગભગ દરેક ને પોતાની માત્રુભાષામાં જ આવતા હોય છે. અને એને અભિવ્યક્ત કરવામાં માત્રુભાષા જ વધારે અનુકૂળ હોય છે. એ રીતે આપણે ગુજરાતી છીએ તો આપણી માત્રુભાષા ને ન ભુલવી જોઇએ. 

મા નો મોક્ષ

મા નો મોક્ષ (નર્ક મુક્તિ)

એ બસ ને જતી જોઈ રહી. એની આંખમાંથી આંસુ ના બે ટીપા આવ્યા ન આવ્યા ને સુકાઈ ગયા. એક વખત હતો કે પોતે આ બસમાં બેઠી હોય અને આ રેડ લાઈટ એરીયા માંથી પાસ થતી હોય ત્યારે મનમાં ઘૃણા ઉદૄભવતી.

જીવન એને ક્યાં નું ક્યાં લઈ આવ્યું?

જે જગ્યા જોઈ ઘૃણા થતી…. બસ ત્યાથી પસાર થતી ત્યારે, એ જ જગા એની ઓળખ બની ગઈ. કિસ્મત ના ખેલ ની રીત જુવો તો એ ખેલનુ એક રમકડું બની ને રહી ગઈ.

‘એ ત્યાં બાલ્કનીમાં ઉભી ઉભી શું કરે છે? તારો હગલો કોઈ એમ નહીં આવે. આવ અંદર.’

અવાજ સાંભળી વિચારો માંથી બહાર આવી. ને ચુપચાપ અંદર જતી રહી. એ જ રોજનું મશીનની જેમ જીવવાનું શીખી ગઈ હતી એ. શરિર ચુંથાતુ તો એ જાણે જડની જેમ રહેતા ટેવાઈ ગઈ હતી. બસ કોઇ પણ રીતે પોતાની એક ની એક દિકરી આ દોઝખથી દુર રહે એ માટે પ્રયત્નશીલ રહેતી. અહીં કોઈ દલાલ ને અણસાર પણ ન આવે એનું ખુબ ધ્યાન રાખવું પડતું. દિકરી ને હોસ્ટેલમાં રાખી ભણાવતી હતી. છુટ્ટીઓમાં દિકરી એક હિતેત્છુ છે જેમણે એના જન્મ સમયથી સાચવતા તેમને ત્યાંય જ જતી.

શરૂમાં તો દિકરી જીયા એમ સમજતી કે એની મમ્મી પરદેશમાં જોબ કરે છે. એને એમ જ સમજાવવા માં આવ્યું હતું.

પણ જીયા કોલેજ ના છેલ્લા વષઁ માં હતી ને તે વગર કહે જ એના જીગરઅંકલ ને ત્યાં આવી. આમ તો રજાઓ હોય ત્યારે જ આવતી. દરવાજા નેે નોક કરવા ગઈ ને એને જીગરઅંકલ ને કોઇ ની સાથે એના વિશે વાત કરતા સાંભળ્યા.

‘બેના, ક્યારેક તો આપણે જીયા ને હકીકત થી વાકેફ કરવી જ પડશે. મને લાગે છે હવે એ વખત આવી ગયો છે. ‘

સામે શું વાત થઇ એ તો જીયા સાંભળી ન શકી પણ એના જીવન ને અનુલક્ષીને કોઈ વાત છે એટલો તો ખ્યાલ આવી ગયો.

એણે દરવાજો નોક કર્યો. જીગરભાઈ આજે એકલા જ ઘરે હતા. એમના પત્ની પિયર ગયા હતા. દરવાજો ખોલતા જ જીયા ને જોઈ ને થોડા હલબલી ગયા. અંદર આવતા જ જીયા બોલી,

‘અંકલ શું વાત છે જે અત્યાર સુધી મારાથી છુપાવી છેે ? ‘

‘અરે બેટા કઈ નહિ. એ તો કહે આજે અચાનક ક્યાંથી આવી? તબ્યત તો સારી છે ને.’

‘અંકલ એમ વાત ન ઉડાવો.’

‘બેટા, તારી આંટી તો પિયર ગઈ છે. જા અંદર જઈ ને ફ્રેશ થા.’

જીયા એટલુ તો સમજી જ કે કોઈ ખાસ વાત છે. પણ મન મક્કમ કરી ફ્રેશ થઈ ને પછી સાંજની રસોઈ બનાવી ને અંકલ સાથે જમતા જમતા વાત કાઢી.

‘અંકલ જે પણ વાત હોય મને કહો. હું હવે કઈ નાની નથી. જે મા ને મેં જોઈ પણ નથી. તો એ તમને કોઈ વાર એના વિશે પુછી ને હેરાન કર્યા છે? ‘

‘બેટા તારા જેવી ડાહી દિકરી તો કોઈની નહીં હોય. પણ હજુ સમય નથી પાક્યો.’

‘હવે હું એટલી તો મોટી થઈ જ છુ કે સમજ ન પડે.’

આખરે ખુબ રકજક ને અંતે જીગરભાઈ એ જીયા ને એના અને એની મા વિશે બધુ કહ્યુ.

જીયા સાંભળી ને થોડી વાર માટે સુન થઈ ગઈ. પણ પોતાની જાતને તરત મક્કમ કરી બોલી,

‘મારી મા એ મારા માટે પોતાની જાતને નરકમાં સડવા દિધી. હવે નહીં. હું એમને મારી પાસે લાવી ને જ જંપીશ. ‘

એણે અંકલ પાસે થી પુરી વિગત અને એની મમ્મી નો મોબાઇલ નંબર પણ લીધો. પણ પોતે જાતને મક્કમ કરી વાત ન કરી. ને અંકલ ને પણ એ ન કહે ત્યાં સુધી મમ્મી ને કઈ નહિ કહેવા મનાવી લીધા.

કોલેજમાં પ્રિન્સિપાલને જીયા એની હોશિયારી અને દરેક પ્રવૃતિમા આગળ પડતો ભાગ લેતી અને કોલેજ નું નામ રોશન કરતી એથી વહાલી વિદ્યાર્થીની હતી. જીયા ને પણ એમના પર પુરો વિશ્વાસ હતો. એણે પ્રિન્સિપાલને બધી વાત કરી ને એમની મદદ માંગી. પોતાની મા ને એ નરક માંથી છોડાવવા. પ્રિન્સિપાલ પણ જીયા ની આપવીતી સાંભળી દ્વવી ઉઠ્યા. એમણે જીયા ને પ્રોમિશ આપી કે એને પોતાની ઓળખાણ નો ફાયદો ઉઠાવી મદદ કરશે.

ને પોલીસ ખાતામાં એમની ઉચી પોસ્ટ નો લાભ લઈ એ. સી. પી.સાહેબ દ્વારા ધાક ધમકી આપી જીયા ની

મા ને એ નરક માંથી મુક્ત કરાવી.

મા ને દિકરી નું આવું રહ્દયસ્પશીઁ મિલનના શાક્ષી બન્યા.

જીયા એ એ જ ક્ષણેે નક્કી કર્યું કે તે સામાજિક સમસ્યા નો વિષય લઈ માસ્ટર ડિગ્રી લેશે. ને પોતાની મા જેવી સ્ત્રીઓ ને એ નરક માંથી છોડાવવા ના પ્રયત્નમાં જ પોતાનું જીવન સમર્પિત કરશે.

લતા કાનુગા

વ્યક્તિ વિશેષ 

​વ્યક્તિ  વિશેષ 

_____________

દિલાવર વકિલ શ્રી છબીલદાસ રઘુભાઈ રાજાણી  :
એમનો જન્મ ગુજરાત નાં ભાવનગર શહેરમાં થયો. એ વખતે ત્યાં પ્લેગ ફેલાયો હતો. એ રોગચાળો ઘણાં ને ભરખી ગયો હતો. એ વખતે એમનાં માત-પિતા ને ઘણાં કુટુંબીઓ મૃત્યુ પામ્યા. તેમનાં કુટુંબ માંથી 2 ભાઈઓ ને 2 બહેનો જીવિત રહ્યા. એથી તેઓ 12 વષઁના કુમળી ઉંમરે જ અનાથ થયાં. પણ તેમનું નશીબ જોર કરતું હતું. તે કોઈ  સગાએ તેમને ગરીબ વિદ્યાર્થી છાત્રાલયમાં મુક્યા. એ રીતે એમને ભણતર મળ્યું.  તેઓ પોતે પણ ખુબ હોશિયાર હોવાથી એમને દર વર્ષે સ્કોલરશિપ મળવા લાગી. એ રીતે તેઓએ મેટ્રિક સુધી નું  ભણતર પુરુ કર્યું. એ સાથે જ એમણે પોતાના નાના ભાઈઓ અને બહેનો ની જવાબદારી પણ સ્વીકારી. આ બધા ગુણોને કારણે છાત્રાલયના આચાર્યા એ તેમની ભણવામાં હોશિયારી અને ધગશ ને કારણે મુંબઇ ની વિલ્સન કોલેજનાં વિદ્યાર્થી છાત્રાલયમાં નિઃશુલ્ક રહેવાની સગવડ ને કોલેજમાં એડમિશન અપાવી દીધુ.  કોલેજમાં પણ ખુબ હોશિયાર હોવાથી સ્કોલરશિપ મળતી રહી. એમાંથી પોતાના ભાઈ બહેનો ને મોકલતાં. એમનું ધોરણ તો ખુબ સાદું ને સરળ હતુ. છેવટ સુધી એવું જ રહ્યુ.  એમ મહેનત અને પોતાની લગનથી બી. એ. એલ. એલ. બી. થયાં. 
શાળાના વિદ્યાર્થી છાત્રાલયના આચાર્યા બહેનનો અઢળક નિસ્વાર્થ પ્રેમ તેમને મળતો રહ્યો. 

લોહાણા સમાજનાં ખુબ આગળ પડતાં કાયઁકર ને સમાજના મોભી એવાં શ્રી હરગોવિંદભાઈ વનમાળીભાઈ ભામાણીના દિકરી લલિતાબેન સાથે તેમને પરણાવ્યા. એ પછી તેઓ વસઈ-મુંબઈ સ્થાયી થયા. જ્યાં તેમણે વકીલાત શરૂ કરી. વસઈ સાથે જ થાણાની જીલ્લા કોર્ટમાં પણ વકીલાત કરતાં. ને આખા જીલ્લામાં નામનાં મેળવી. 
મુળતહ તેઓ સમાજસેવી જીવ હતાં. માનવતા તેમનાં રગેરગમા હતી ને એમને ધર્મપત્ની પણ એવાં જ સેવાભાવી મળ્યા. દેશદાઝ રગેરગમા ફેલાયેલી હતી. ને એમાં જ એમને 11 મહિનાનો કારાવાસ થયો. એ વખતે બીજા વિશ્વયુદ્ધ નું વાતાવરણ હતું. આથિઁક તંગી બધે જ પ્રવર્તતી હતી. 

કાળાબજાર ખુબ ચાલતો . અનાજ ની ખુબ અછત ને કારણે ગરીબો ની હાલત દયનીય થવા લાગી હતી. જેલવાસ દરમિયાન પણ એમનો જીવ તો લોકસેવાના કાયઁ નું વિચારતો. જેલમાંથી બહાર આવી ને પહેલું કામ એમની આગેવાની હેઠળ ‘વસઈ તાલુકા પીપલ્સ મર્યાદિત સહકારી ગ્રાહક ભંડાર લિ.’ ની સ્થાપના કરવાનું કયુઁ.  ને એ દ્વારા ગરીબ લોકોને અનાજપાણી ને બીજી જીવન જરૂરી ચીજ વસ્તુઓ મળી રહે એવી દુકાનો ઉભી કરી. આજે આ સંસ્થા ની 39 દુકાનો જીલ્લામાં છે.  એજ રીતે ગુજરાતી બાળકો માટે  ગુજરાતી બાળકો માટે ગુજરાતી શાળા ગામનાં સહુ શ્રેષ્ઠીઓ પાસેથી ભંડોળ ભેગું કરી કરી. 
ને એજ રીતે આગળ જતાં વસઈમા કોલેજ ને અભાવે વિદ્યાર્થીઓને મુંબઈ ભણવા જવું પડતું ને હાડમારી ભોગવવી પડી એ દૂર કરવા એમણે એમનાં અસીલ શ્રી કેદારનાથ મલ્હોત્રા ને જમીન માટે માગણી કરી. કોલેજ શંકુલ માટે મોટી જગાની ગોઠવણ કરી ગામનાં વિદ્યાર્થીઓની તકલીફ દૂર કરી. એ માટે તેમણે ત્યારના ત્યાં ના રાજકારણી ભાઉસાહેબ વતઁક,  તારાબાઈ વતઁક,    ગામનાં આગેવાનો સાથે. ગો. વટીઁસર,  જોન કોયલો,  શ્રેષ્ઠી પ્રતાપભાઈ ખોખાણી,   રિદ્વાન હેરિસ,  ડો. ઇ. સવઁત્ર. અંડાૃડિસ આ સહુ ગામનાં આગેવાનો નો સાથ સહકાર લઇને આટઁસ્,  કોમસૅ અને સાયન્સ ની કોલેજ શરૂ કરી. શરૂઆતમાં કોલેજ ના વિદ્યાર્થીઓ ની સંખ્યા ફક્ત 243 જ હતી. હવે તો જોકે 7000 થી પણ વધારે છે.
એમને રાજકારણમાં રસ ન હતો પણ સમાજસેવાના ખુબ કામ કયાઁ. વસઈ નગરપાલિકાના તેઓ 2 વાર અધ્યક્ષ બન્યા. સેવાભાવી સ્વભાવ ને કારણે વકીલાત ના વ્યવસાય માં પણ ગરીબ અસીલના પૈસા ન લેતા. કોઈને અન્યાય થાય નહીં ને ગુનેગાર ફાવે નહીં એનું કેસ લેતી વખતે જ ખાસ ધ્યાન રાખતા. આવા બધા કારણો ને લીધે વકીલ મંડળમાં એમનું ખુબ માન હતું. 
એમના પત્ની સૌ. લલિતાબેન 4 ધોરણ ભણેલા. પણ તેઓ પણ સમાજસેવી. એમના મૃદુસ્વભાવ ને કારણે લોકોના દિલ જીતી લીધેલા. એજ રીતે આદિવાસી.. કુષ્ઠરોગી.. કે જેમને લોકો જાકારો આપતા હોય એવા લોકોની સેવા કરતા. એમાં એમને કુટુંબની મહિલાઓ નો પણ સાથ મળતો..  જે વખતે ગુજરાત માં પ્લેગ નો રોગચાળો ફેલાયેલો એને લીધે ઘણા લોકો મુંબઈ – વસઈ ને એની આસપાસ આવીને વસેલા. એ વખતે તે લોકોને તકલીફ ન પડે માટે બધી વ્યવસ્થા કરતા. એમની જમીન ગિરિજા માં આવેલી હિરા ડુંગરી ની જગા  સૌ. લલિતાબેન ના માલિકીની હતી પણ એ વખતે એમને સપનામાં ત્યાના દત્ત ભગવાન આવ્યાં ને એ જમીન એમણે કુષ્ઠરોગીઓ ને રહેવા માટે આપી દીધી. જ્યાં તેઓ માટે દત્ત ભગવાનનું  મંદિર પણ બનાવી આપ્યું. ને એમના માટે જમવા ખાવા માટે રામરોટી ની વ્યવસ્થા પણ કરી. વસઈની સિધ્ધાર્થનગરથી પોલિસ લાઇન સુધી ની 20 એકર જમીન પણ સૌ. લલિતાબેન ની હતી તે તેમણે એમનાં ભાઈના દિકરા ને આપી. 
એ વખતે જ અખિલ ભારતીય કોંગ્રેસ અધિવેશન એમની વાડી.. જે રાજાણી વાડી કે નારિયેળ બાગના નામે ઓળખાય છે ત્યા થયું હતું. એ અધિવેશનમાં મહાત્મા ગાંધી આવ્યા હતા. 
શ્રી છબીલદાસ રઘુભાઈ રાજાણી  વ્યવસાયે વકીલ હતાં છતાં રાજાણી શેઠના નામે જ ઓળખાતા. 

તેઓ હિન્દુ.. મુસ્લિમ કે ખ્રિસ્તી એવો ભેદભાવ ન રાખતા. તેમનું કુટુંબ બહોળુ હતુ.  એમને 4 દિકરા.. 2 દિકરી અને 11 પૌત્રો પૌત્રીઓ છે. આવા આદરણીય મહાનુભાવ બાપા ને શત શત પ્રણામ. 
                                                   જાત, ધમઁ,  પંથ,  ભાષા

                                                     દિવાલો જેમણે તોડી

                                                માનવતા ધમઁ પરમ ધમઁ

                                                       એ જ જીવન ધ્યેય 

                                                    એવા પૂજનીય દંપતી 

                                                              બા બાપા 

                                                       વસ્યા વસઈકર હૈયે. 
ભાવાનુવાદ : લતા સોની કાનુગા. 

લેખક  નીરંજન રાજાણી

(મુળ કૃતિ મરાઠી )

જીવન ની ડાયરીનુ એક પાનુ

જીવનની ડાયરીનું એક પાનું.

—————————————–

અધરાતની લક્ઝરી મુસાફરી
ને અચાનક પલટી ખાતી બસ..
સુનકાર રાત્રીની રહ્દય દ્રાવક ચીસાચીસ….
સીટ નીચે દબાતું યૌવન…..
મા લાચાર…
પડખે જ ..
છતાં બેબસ…
આવ્યા તારણહાર…અજાણ્યા-
બસ ડ્રાઇવર કંડકટર…
બચાવ્યું જીવન…!!!

…લતા…

એ 18.5.2007 ની ગોઝારી રાત જીવનની ડાયરીમાંથી કોઈ દિવસ ભુલાશે કે ભૂંસાશે નહિ.

હું મારા મી. ને મારી દીકરી સોમનાથદાદા ના દર્શને રાતની બસમાં જતા હતા. નિરાંતે સ્લીપર કોચમાં સુતા હતા..ઉપર ની ડબલ શીટ માં હું ને દીકરી..મને રાત્રે ઉઠવા જોઈએ એટલે હું બહારની બાજુ સુતી ને દીકરી અંદરની બાજુ. મારા મી. સિંગલ શીટ માં પણ ઉપર જ સુતા હતા.

ને અચાનક… જોરદાર ઝાટકા સાથે બસ હાલક ડોલક થવા લાગી. કોઈ કઈ સમજે એ પહેલા તો બસ જોરથી ઉછળી ને આડી પડી. બધું થોડી જ ક્ષણોમાં જ થઇ ગયું. કોઈ ને કઈ દેખાતું ન હતું ને સમજાતું ન હતું કે શું થયું ને શું થઇ રહ્યું છે.

ચીસાચીસ ને રડારડના અવાજો વાતાવરણ એવું ભયાનક બનાવતા હતા કે જેણે અનુભવ્યુ હોય એને જ ખ્યાલ આવે.. પ્રભુ કોઈને એવો અનુભવ ન કરાવે.

થોડીક જ મિનિટો માં હાહાકર મચી ગયો. હું અંધારામાં મારો જમણો પગ ક્યાંક લટકાવી ને એક પગે ઉભી હતી. થોડી વારે ખ્યાલ આવ્યો મારી દીકરી નીચે પડી હતી. ને મારો એક પગ એને અડતો હતો. એ ઉભી થઇ શક્તી ન હતી. કેટલીયે વાર પછી ખ્યાલ આવ્યો કે એ સીટની નિચે દબાયેલી છે ને સીટ કેમે ખસી શકે એમ ન હતી. મારા મી. નો અવાજ આવ્યો. ત્યારે ખયાલ આવ્યો કે તેઓ સલામત છે. ધીરે ધીરે સહુ બસ માંથી ભહાર નીકળવા લાગ્યા. કોઈ  ન નીકળી
શક્યા એમને બીજા  બસ ની બહાર લઇ જવામાં મદદ કરવા લાગ્યા.

પણ હું ને મારી દીકરી અંદર જ હતા. બધા બહાર થી બૂમો પાડે બહાર આવો પણ દીકરી ને મૂકી ને કેમ જાઉં! અંદર તો જાણે ઘડી માં ધૂળ ઉડે. બસની બારીનો ભાગ માટીમાં ને અમે ત્યાં. દીકરી તો જાણે કબર ખોદાઈ હોય ને એમાં કોઈ હોય …ઉપરથી બધા માટી નાખતા હોય એવી
કરુણ હાલત…! તો એ એણે પોતાના શર્ટમાં ભરાવેલા ચસ્મા એક હાથે પહેર્યા જેથી આંખમાં ધૂળ ન જાય.

બસની નીચે થી ઘણા એ લાકડી નાખી ધૂળ હટાવી અમને બહાર કાઢવા પ્રયત્ન કરવા લાગ્યા. પણ એ પણ શક્ય ન હતું. લગભગ કલાક આમનામ ચાલ્યું. ત્યાં એક બીજી લક્ઝરી આવી ને એના ડ્રાઇવર કંડકટર આવ્યા. એમને તરત ક્યાંકથી લાકડીઓ ભેગી કરી 4 જણ અંદર આવ્યા.
આ બધું રાતના અંધારામાં  2 થી 3 ની વચ્ચે જ ચાલતું હતું. ચંદ્રના પ્રકાશમાં ને કોઈ પાસે મોબાઈલ હોય  એના પ્રકાશમાં.

તરત મને કહે બેન તમે અંદર થી બહાર આવો અમે દીકરી ને બહાર લાવશું. મને થોડી હાશ થઇ. ખુબ નાની જગા હતી કોઈ ને કઇ દેખાતું ન હતું. કોણ ક્યાં પગ મૂકી ને ચાલે છે એ પણ.
ખરી કઠણાઈ એ જ હતી કે દીકરી જે પાટિયા…સીટ નીચે દબાઈ હતી બધા એની પર જ પગ મોકી ને નીચે ઉતરતા હતા. કોઈ ને ખ્યાલ પણ નોતો વાસ્તવિકતા નો. એ દીકરી ને વધારે ભારે પડ્યું.

બધાએ ભેગા મળી લાકડા ની મદદથી સીટ ઉંચી કરી દીકરી ને ધીરે થી ઉંચી કરવા ગયા ને કંડકટર જે પચીસેક વર્ષનો લાગતો હતો એને ખ્યાલ આવી ગયો કે દીકરી ના હાડકા તૂટી ગયા છે. એણે નીચેથી ધીરેથી હાથ નાખી ને ગોદમાં લઇ લીધી ને બસની બહાર આવ્યો. ને રોડ ઉપર એ લક્ઝરી ઉભી હતી ત્યાં જ સીધા લઇ ગયો ને અમને પણ તરત બસમાં આવી જવા કહ્યું.
એ ભાઈ એ સીધી દીકરી ને બસમાં લાવી ને જ સુવડાવી.

અમારી બસના કંડકટર ને ડ્રાઇવર તો બસ ખેતરમાં આડી પડવા ગઈ ત્યારે જ કૂદકો મારી ભાગી ગયા હતા. બસ રોડથી લગભગ 20 ..25 ફુટ નીચે ખેતરમાં પડી હતી..ઉનાળો હોવાને કારણે ખેતર વાવ્યા વગરનું જ હતું.

આ તો ભગવાને જાણે દૂત મોકલ્યા.

બસમાં ઘણા ને નાનું મોટું વાગ્યું હતું. ઘણા અમે જેમાં બેઠા એ બસમાં આવ્યા. આ બનાવ રાજકોટ પહેલા 25 કી.મી. રે થયો હતો.

આ બધી ધમાલમાં મારુ પાર્સ બસમાં જ રહી ગયું. રાજકોટ સિવિલ માં લઇ જવાનું નક્કી કર્યું. હું બોલી પૈસા તો નથી..ત્યાં દીકરી એ કહ્યું મારા ખીસામાં 900 રૂપિયા છે.  કંડકટર ને ડ્રાઇવર બંને મળી ને એમની પાસે જેટલા પૈસા હોય. એ અમને દેવા લાગ્યા. જોકે જરૂર ન પડી. રાજકોટ સિવિલ આવતા તરત કંડકટર જાતે સ્ટ્રેચર લઇ આવ્યો
બસમાં જ અમને ખ્યાલ આવી ગયો હતો કે એનો એક પગ કામ નથી કરતો…એટલે બધા ને એની ગંભીરતા નો અહેસાસ હતો.
ને પોતે જ દીકરી ને ધીરેથી ઉંચકી સ્ટ્રેચર પર સુવડાવી. ને બીજા પણ પેસન્ટ પણ ઉતાર્યા. પછી બીજા  પેસેંજર ને લઇ ને બસ આગળ ગઈ.

આ બધા જ સમય દરમ્યાન મારી દીકરી એ ખરેખર રંગ રાખ્યો. ખુબ જ સહનશક્તિ ની મૂર્તિ બની રહી. પુરી કઠણ થઇ ને
રહી. ન રડારડ કે ન ચીસાચીસ.
એક્સરે કાઢ્યો ત્યારે ખબર પડી કે એને મલ્ટીપલ ફેક્ચર છે. કુલ 6 ફેક્ચર હતા. પેલવિક રિંગ ને 5 ફેક્ચર ને 1 પગના જોઈટ ના બોલ માં. જાણે ભગવાને એને કઠણ બનાવી દીધી..સહન કરવાની જાણે શક્તિ પણ આપવા લાગ્યા. મારા મી. ને માથામાં વાગ્યું હતું. ને મને પેટમાં ને પગમાં. પણ અમે તો દીકરી ની હાલત જોઈ ને અમારું બધું ભૂલી ગયા.

એક રાતે જાણે જીવન માં પલટો લાવી દીધો.

લતા સોની કાનુગા

ગુડ મોર્નિંગ 

​ગુડ મોર્નિંગ 

હાઈ કેમ છો?’ ‘સોરી હું તમને ઓળખતી નથી’ ‘એટલે જ ઓળખાણ કરવા માગું છુ’ ‘આપણા વિચારો એક છે. શોખ એક છે.’ ‘અરે મેમ કોઈ વાર તો જવાબ અપાય હો’ 
આમ રોજ મેસેજ આવે. ભાષા શિષ્ઠ. સારાસારા મેસેજ મોકલે કોઈ દિવસ અભદ્ર ભાષા ન વાપરે. સળંગ મેસેન્જરમા આવતી કોમેન્ટ થી કંટાળી એકવાર ઓખા એ આશયના ટાઈમ લાઈનમાં જઈ એની પ્રોફાઈલ તપાસી. કઈ અયોગ્ય ન લાગ્યું ને પાછુ એની રૂચી જેવી જ રૂચી વાળો લાગ્યો આશય…શરુ મા તો બસ એના મેસેજ વાંચતી ને ખુશ થતી. કોઈ દિવસ મેસેજ ન આવે તો એને ન ગમતું. આમાં ને આમાં ઓખા આશય સાથે ક્યારે ચેટ કરવા લાગી એનો તો એને ખ્યાલ જ ન રહ્યો. ‘ગુડ મોર્નિંગ’ થી સરું થઇ ‘ગુડ નાઈટ’ ની વચ્ચે ક્યારે ‘હાઈ હની’ ‘આઈ લવ યુ’ એ પોચી ગયા એની ખબર ન રહી. ચેટ કરતા કરતા બંને એટલા આગળ વધી ગયા કે પ્રેમ નો એકરાર..હજુ તો બંને એકબીજા ને રૂબરૂ મળ્યા પણ ન હતા. આખરે આશયે મળવા માટેનું ઈંજન આપ્યું. જે ઓખા એ સહજ ખચકાટ સાથે સ્વીકાર્યું. કોફીશોપ મા બંને પહેલીવાર મળ્યા. પ્રથમ વાર પ્રત્યક્ષ મળ્યા ની ખુશીમાં કેટલી વાર સુધી તો બંને કઈ બોલવાનું પણ ભૂલી ગયા. જ્યારે ઓખાને ખ્યાલ આવ્યો ત્યારે શરમાઈ ગઈ.
એ પહેલી મુલાકાત માં ખાસ વાત ન થઇ. પણ ધીરે ધીરે મુલાકાતો વધવા લાગી. હવે ઓખા એવા મોડ પર ઉભી હતી હતી કે એના મનમાં આશય સાથે લગ્ન કરવા શિવાય બીજું સુજતુ જ ન હતું આશય લગ્ન થી દુર રહેવા માગતો હતો. તે પરણેલો હતો.. વહુ ને ગામડે રાખતો.. પોતે જલસા કરે ને એની વહુ નીલમ ને શહેરમાં બોલાવતો પણ નહિ. અત્યાર સુધી ઘણી છોકરીઓ ને ફેરવી તી પણ ઓખા એમ કઈ એને છોડે તેમ ન હતી. બંનેની કાયમ મળવાની જગાએ બેઉ મળ્યા. પણ આજે ઓખા એ નિર્ણય કર્યો, આશય પાસે લગ્ન ની હા કરાવી ને જ રહેશે. કહો ને ઓખા આશય નાં પ્રેમ માં એવી પાગલ હતી કે બીજું કઈ વિચારી નોતી શક્તિ કે વિચારવા નોતી માગતી. ઓખાને કોઈ હૂફ ની જરૂર હતી ને એ તેને આશય પાસેથી મળતી હતી. હવે તેને દુનિયામાં આશય સિવાય બધું વ્યર્થ લાગતું હતું. એની અત્યાર સુધી જે ઇચ્છાઓ અધુરી રહી હતી.. એને પૂર્ણ કરવા એ કઈ પણ રીતે તૈયાર હતી. ઓખાએ આશયને ચોક્ખા શબ્દોમા કહી દીધું ‘તું ‘લગ્નની હા નહિ પાડે તો હવે આપણે નહિ મળીએ.’ કહી જતી રહી. કોણ જાણે કેમ આશય પણ આ વખતે બીજી છોકરીઓ ની જેમ છોડી દેવા નહોતો માગતો.. બે દિવસ તો એમનેમ વીત્યા. પણ પછી એનાથી પણ ન રહેવાયું. એણે ફોન કરી ને ઓખાને લગ્નની હા પાડી દીધી. પણ સાદાઈથી મંદિરમાં કરવા એમ કહ્યું. આશય પોતાના લગ્ન જગ જાહેર કરવા નોતો માગતો.. પરણેલો હતો ને! ઓખા એ એની મમ્મી ને વાત કરી. ‘મમ્મી હું આશય નામના છોકરા સાથે લગ્ન કરવા માગું છુ.’ ને ટુકમા એના વિષે વાત કરી. મમ્મીએ ચોક્ખી ના પાડી. ‘એમ અજાણ્યા સાથે લગ્ન ન કરાય. થોડો સમાજ નો તો વિચાર કર.’ નાં પાડવા પાછળ એમનો પોતાનો પણ સ્વાર્થ હતો. ઓખા પરણી ને જતી રહે તો પોતાનું કોણ? 
પણ ઓખા તો નક્કી કરી ને જ બેઠી તી. મા થી ઉપરવટ થઇ ને તૈયાર થઇ હતી. ઓખા એ એની ફ્રેન્ડ આશાને મદદ માં લેવાનું નક્કી કર્યું. એણે એની ફ્રેન્ડ આશા ને વાત કરી…’આશા પ્લીઝ મને આશય સાથે પ્રેમ થયો છે તું મદદ કરીશ? એની સાથે પરણવામાં?’ ‘જો ઓખા તું મારી ફ્રેન્ડ છે તો મારે મદદ તો કરવી જોઈએ પણ એમ નહિ પહેલા હું એના વિષે બધું જાણું પછી જ મદદ કરું.’ એમ કહી આશાએ એના સુત્રો કામે લગાડ્યા…ગમે ત્યાંથી લિંક મેળવી આશય વિષે વિગતો એકઠી કરી. એને શક હતો એવું જ જાણવા મળ્યું. આશય પરણેલો હતો. ગામડામાં એની પત્ની ને રાખી પોતે શહેરમાં જલસા કરતો….આમાં જ એણે પહેલા પણ છોકરીઓને ફસાવી હતી પોતાની મીઠી મીઠી જાળ મા. આશાએ બધી વિગતે ઓખાને વાત કરી એને આશય ને ભૂલી જવા સમજાવી. પણ ઓખાના મગજમાં તો લગ્ન નું ભૂત સવાર હતું….આમે તે લગ્ન માટેની ઉંમર વટાવી ચુકી હતી. જોકે એમાં વાંક એનો ન હતો.. ઘરની જવાબદારી નો ભાર એના માથે હતો.. પિતા વગરની જીંદગીમાં માં ને બીજા ૨ નાના ભાઈ બહેન. હજુતો ગ્રેજ્યુએટ થઇ ત્યાં જ પિતાનું છત્ર ન રહ્યું. મમ્મી પણ એના બહુ ભણેલ ન હતા. એટલે વધારે જવાબદારી તો એના માથે જ હતી ઘરમાં આર્થિક ઉપાર્જન માટે ની. જોબ તો જોકે એને મળી ગઈ ને કામ કામ ને શીખવે એમ આગળ વધતી ગઈ. નાના ભાઈ બહેન ને ભણાવ્યા. પગભર કર્યા. બહેન પરણવા જેટલી થઇ એટલે મુરતિયો શોધી એને પરણાવી. મા ને એના માટે ચિંતા નોતી એવું ન હતું. પણ સ્વાર્થી મન વિચારતું ‘જો ઓખા પરણી જશે તો અમારું કોણ ધ્યાન રાખશે?’..ઊંડે ઊંડે એવું પણ ખરું કે ‘મારું કોણ?’ એટલે એને પરણાવાની વાત જ ન કરે. ને ઓખા પણ કુટુંબ માટે વધારે લાગણીશીલ. એટલે પોતાનો વિચાર કરે જ નહિ.
ભાઈ પ્રેમલ ભણી ને કામે વળગ્યો એટલે જાતે જ છોકરી શોધી પરણી ગયો. શરૂમાં તો બધું બરાબર ચાલ્યું પણ ધીરે ધીરે પીન્કી, પ્રેમલ ની પત્ની એ પોત પ્રકાશવા માંડ્યું. રોજ કઈ ને કઈ કંકાસ હોય. પીન્કી ને ઘરમાં ઓખાનું રાજ ચાલે તે સહન ન થાય. ઓખા પ્રેમાળ પણ પ્રેમલ દરેક વાતમાં ઓખાને મહત્વ આપે તે પીન્કીથી સહન ન થાય.
ધીરે ધીરે યુક્તિથી પીન્કી પ્રેમલને ઓખાના પ્રભાવથી દુર થાય એવા પ્રયત્નો કરવા લાગી.
પ્રેમલની સામે ઓખા સાથે સારું રાખે.પણ જેવો પ્રેમલ ઘરમાં ન હોય કે પીન્કીનું પંચીગ ઓખા પર શરુ થાય. ‘આટલા મોટા થયા પણ જરાય ભાન નથી. પતિ પત્ની ની વચ્ચે ન અવાય.’

‘પરણી જાવ તો અમે પણ છૂટીએ તમારાથી’. આવા બધા મેણા મારે. ઓખા ધીરે ધીરે માનસિક રીતે અસ્વસ્થ રહેવા લાગી ને ચીડિયન થવા લાગી. એમાં ધીરે ધીરે નણંદ ભાભીના ઝગડા

મોટું સ્વરૂપ લેવા લાગ્યા. છેવટે પ્રેમલ પત્ની ને લઇ મા ને એની બહેન ઓખાથી છુટો થઇ અલગ રહેવા લાગ્યો. 

ઓખા ને તો જવાબદારી એમ જ રહી. એની મમ્મીની પણ ઉંમર થવા લાગી હતી એટલે એમને મૂકી ને પોતે ઠરી ઠામ થવા વિચાર કરી જ ન શકી. જીવન નું ગાડું એમ ચાલે જતું હતું.
પોતાને થોડો આર્ટ નો શોખ. ચિત્રો દોરે. કોઈ વાર એફ્બી પર મુકે કોઈ કોઈ વખાણે એટલે વધારે ઉત્સાહથી નવું ચિત્ર બનાવી એફ્બી પર મુકે. એમાં જ આશય સાથે ઓળખ થઇ. ને લગ્ન કરવા સુધી વાત આગળ વધી. આશાએ સમજાવાનો ખુબ પ્રયત્ન કર્યો. પણ ઓખા એક ની બે ન થઇ. આશાની વાત માનવા તૈયાર ન થઇ. ને આખરે આશય સાથે પરણી ને જ રહી. આશય ને ઓખા શહેરમાં જ રહેતા એટલે શરુ માં તો આશયના ઘરના કે એની પત્ની નીલમ ને ખબર ન પડી. પણ કોઈ આશયના ગામડાના ફ્રેન્ડે આશય ને ઓખા સાથે વારંવાર જોયો. એણે ગામડે જઈ નીલમ ને એ વાત થી વાકેફ કરી. નીલમ તો વગર આશય ને જણાવે આશયના ઘરે આવી.
ઓખા એને જોઈ ને સ્તબ્દ્ધ! આશય એ વખતે ઘરમાં ન હતો. નીલમ ને ઓખા વચ્ચે પહેલા તો ખુબ વાકયુદ્ધ થયું….નીલમ એમ ગાંજી જાય એવી ન હતી….ક્યારે વાંક યુદ્ધે હાથ યુદ્ધનું સ્વરૂપ ધારણ કર્યું એ નો અહેસાસ જ ન રહ્યો બંને માંથી કોઈને.
એમાં નીલમનો જોરદાર ધક્કો ઓખા ને લાગ્યો ને ઓખા નું માથું દીવાલ સાથે અથડાયું. એ જ ક્ષણે તે બેભાન થઇ ગઈ. નીલમ આ જોઈ ગભરાઈ ગઈ. ને તરત ત્યાંથી જતી રહી. આ બાજુ આશય ઘરે આવ્યો ને ઓખાની  આ દશા જોઈ ગભરાયો.. ઓખા નું પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું. તે તો ત્યાંથી ઓખાને એની હાલત પર છોડી ભાગી ગયો. 

જ્યારે ઘરમાંથી વિચિત્ર વાસ આવવા લાગી ત્યારે પાડોસી એ પોલીસ માં કમ્પ્લેન કરી. પોલીસે આવી જોયું ત્યારે ઓખાની  લાશ પડી હતી. પોલીસ કેશ થયો….પ્રથમ દ્રષ્ટી એ આશય ને શકમંદ તરીકે પકડવામાં આવ્યો. લોકોમાં જાત જાત ની વાતો થવા લાગી. એ વાતો ના ફણગા ફૂટ્યા ને જેમને નોતી ખબર એ બધાને પણ ખબર પડી કે ઓખા પરણેલા પુરુષ ને પરણી હતી. ને એ પણ આગલીને છૂટાછેડા આપ્યા વગર. બસ લોકો ને તો દોષ નો ટોપલો ઓખા પર નાખવાનો મોકો મળી ગયો. પોલીસ પણ એની રીતે તપાસ કરતી હતી. આશય તો પોતે નિર્દોષ છે નું રટણ કર્યા કરતો હતો…આશયે વકીલ રોકી જામીન તો મેળવી લીધા….લોકોમાં અલગ અલગ વાતો થતી એમાં પોલીસ ને ખબર પડી કે આશય ને આગલી પત્ની પણ છે. એટલે તપાસ આદરી. છેવટે પોલીસને નીલમનો પત્તો લાગ્યો.
પહેલા તો નીલમ નામુક્કરર રહી. પણ પોલીસના અતિ દબાણ માં ભાંગી પડી ને કબુલ કર્યું કે બંને વચ્ચે જપાજપીમાં ઓખા નું માથું દીવાલ સાથે ભટકાયું. પણ એને ખબર ન હતી કે ઓખા મૃત્યુ પામી છે…કોર્ટમાં કેશ ચાલ્યો….વાદી પ્રતિવાદી ની જુબાનીઓ લેવાઈ. ઓખા તરફથી લડવા કોઈ તૈયાર ન થયું. ભાઈ કહે ‘દોષી તો એ કહેવાય. એના લીધે અમારે સમાજ માં નીચા જોણું થયું.’ બહેન તો ફોરેન જતી રહી તી.જે કુટુંબ માટે ઓખા એ સમર્પણ કર્યું એ કુટુંબ જ એને દોષી ઠેરવવા તૈયાર થયું. કોર્ટમાં પણ એ પરણેલા પુરુષ ને પરણી એ માટે દોષિત ઠરી…ને નીલમનો ગુનો સાબિત થયો પણ પોતાના લગ્ન જીવન ને બચાવા ના પ્રયત્ન મા એનાથી આવું પગલું ભરાઈ ગયું,. એમ એના વકીલની દલીલો
ને પુરાવાના અભાવે નીલમને ૩ વર્ષ ની જેલની સજા થઇ. ને આશય ને શકમંદ નો લાભ મળ્યો. પણ એણે ઓખા સાથે ગેરકાયદે લગ્ન કર્યાં એટલે એને પણ સજા થઇ. ઓખા કાયદાની રૂહે દોષિત કહેવાય. પણ એના પ્રેમ કરવાના ને ખોટી રીતે લગ્ન કરવાના ની સજા એને આટલી

મોટી મળશે એનો તો અહેસાસ એને ક્યાંથી ઓય. કુટુંબ ને સમાજ માં પણ એ જ ચર્ચા રહી કે એ જ દોષી છે…બરાબર છે એ પરણેલા પુરુષ સાથે પૂરું જાણ્યા વગર પરણી. પણ શું કુટુંબ ની ફરજ નોતી કે એને હૂફ આપવી…એના જીવન નો પણ વિચાર કરવો …! બસ પોતાનો સ્વાર્થ જોયો….

દોષિત કોણ ને સજા ભોગવી કોણે…???

— લતા કાનુગા. ‘વેલ’

પત્ર

વહાલા સંવેદન,


તારો પત્ર વાંચીને મને પણ તે
વિચારતી કરી દીધી.
આપણા એક વખત છુટા પડવાનુ એક કારણ આપણો અહમ પણ હતુ જ. આ તો સારુ થયુ કે વખત જતા આપણને આપણી ભુલ સમજાઈ. ને આપણે ફરી એક થયા.
ખરેખર માણસ જો અહમ એક બાજુ મુકી બીજા માણસને મળે,
તો એ મિલન એક અનોખુ હકારાત્મક વાતાવરણ સર્જે.
એ જ રીતે કુટુંબમા પણ તુ કે છે એમ મારુ મારુ કે હુ કહુ એ જ સાચુ એવો અહમ રાખ્યા વગર
બધા પોતાપણાની ભાવના સાથે રહે તો સંઘર્ષ ઓછો થાય.
નાની નાની વાતો ને મનમાં
રાખ્યા વગર જતું કરવાની ભાવના કેળવીએ તો આપોઆપ કુટુંબના સભ્યો વચ્ચે પોતીકા પણુ ઉદૃભવે.
એ જ પોતીકાપણા ને લિધે
જયારે કોઈ એક કુટુંબની વ્યકિત પર કઈ તકલીફ આવે તો કુટુંબના બીજા સભ્યો એને હુફ આપે.
આ બધાના મૂળમાં અહમ જ હોય છે. એ અહમને પંપાળીને
કુટુંબથી અળગા રહેવુ કે અહમને બાજુ એ મુકી બધાને પોતાના કરવા એ આપણા હાથમાં છે.
સંવેદન આપણે આપણી ભૂલ
સુધારી એક થયા તો આપણને
અહેસાસ થયો કે આપણે કયાં
ખોટા હતા. બસ હવે તો આપણે
બંને મળી આપણા બાળકોમાં
પણ પ્રેમનુ, સ્નેહનુ સિંચન કરીએ.
તુ મને સાથ આપીશને!
એ જ તારી જ
સંવેદના.

— લતા કાનુગા

ઈન્ટરનેટ 

ઈન્ટરનેટ ની શોધ નો જશ આપવો હોય તો  લીયોનાર્દ ક્લેનરોક ( Leonard kleinrock) ને આપી શકાય. મે 31 1961 ના દિવસે લોકો માટે જાહેરમાં મુકાયુ.

1962 માં જે.સી.આર. લીકલાઈડર ( J.C.R.Licklier) પહેલા PITO ના ડાયરેક્ટર થયા ને વિઝન સ્પષ્ટ કર્યુ. રોબર્ટ ટેલર(  Robert taylor) ની મદદથી લીયોનાર્દ ક્લેનરોક અને જે.સી.આર લીકલાઈડર એ મળી ને આરપનેટ ઈનીટીઅલ ક્રિએશન ( Arpanet Initial creation ) નામથી કામ શરુ કર્યુ.

અત્યારે આપણે જે ઈન્ટરનેટ નો ઉપયોગ કરીએ છીએ એની શરૂઆત યુનાઇટેડ સ્ટેટ ના કેલિફોઁનિયામા 1960 માં થઈ એમ કહી શકાય. પણ 1968 ના ડિસેમ્બરમાં ‘A study of computer network design perameters’ નામની સંસ્થા બની જેમા બીજા પણ ઘણાની મહેનત કામે લાગી. ને જાહેર જીવનમાં લોકો શિખવા લાગ્યા ઈન્ટરનેટ વિશે. જૂલાઈ 3 1969 ના દિવસે
UCLA યુનિવઁસીટી ઓફ કેલિફોઁનિયા …લોસ એન્જલસ.. એ લોકો સમક્ષ પ્રેસમાં આપી ને જાહેર જનતા માટે ઈન્ટરનેટ ખુલ્લુ મુકયુ.

આ રીતે ઈન્ટરનેટ આપણા બધા સુધી પહોચ્યુ..ને આજ ના યુગ ની જરૂરીયાત બન્યુ. દરેક ક્ષેત્રમાં ઈન્ટરનેટ  એ પગપેસારો કર્યો છે.  પછી તે ગામડાની ખેતીવાડી હોય કે હાયટેક શહેરનું ટેકનોલોજી થી ભરેલું જીવન. આજે ઈન્ટરનેટ ની શોધ થઈ છે તો દુનિયા એકદમ નજીક લાગે છે. ફેસબુક. …વોટ્સઅપ..ટ્વિટર. ..આવી તો કેટલીએ સાઇટ ઈન્ટરનેટ ને આભારી છે. એક ક્ષણમાં કયાં ના કયાંની જાણકારી મળી જાય. ….દુનિયાના કોઇ પણ ખૂણે રહેલી વ્યક્તિ સાથે વાત કરવી …આ બધુ તો સહજ વાત થઈ ગઈ છે.

ધંધા રોજગારના ફેલાવા માટે તો જાણે એના વગર ચાલે જ નહી.  ઓન લાઇન ધંધાની બોલબાલા વધતી જ જાય છે. પહેલા જે માન્યતા હતી કે જોઈ ચકાસી ને જ ખરીદી કરાય એ વાત ની તો હવે આજ ના જનરેશન ને જરૂર જ નથી લાગતી. એટલે એવું પણ નથી કે જોયા વગર માથે પડે એવુ બધુ મળી જાય છે. ઓનલાઈન
ખરીદીમાં પણ બધુ જોઈ ને ખરીદી શકાય છે. એ ત્યાં સુધી કે ન ગમે કે વસ્તુ સારી ન નીકળે તો બદલી પણ શકાય.

એજ રીતે આરોગ્ય ને લગતી બાબતોમાં પણ ઈન્ટરનેટ નો ખુબ બહોળો ઉપયોગ થાય છે. અરે અંતરીયાળ ગામડામાં પણ ઈન્ટરનેટ ની મદદથી દેશ વિદેશના તબીબો સાથે વિચાર વિમસઁ કરી માગઁદશઁન મેળવી સારવાર શક્ય બનતી થઈ છે.

તો ખેતીવાડી ના કામમાં પણ એનો વ્યાપક ઉપયોગ લાભદાયી સાબિત થયો છે. દેશ વિદેશના  ખેડૂતો નવી નવી ટેકનોલોજી ની આપ લે કરી વધારે સારી ખેતી કરતા થયા.

વિદ્યાભ્યાસમાં તો એમ લાગે કે સૌથી વધારે ઈન્ટરનેટનો ઉપયોગ થતો હશે. એક દેશમાં બેઠાબેઠા બીજા દેશમાં પરિક્ષા આપવી તો જાણે રમત વાત થઈ ગઈ છે. વિદ્યાર્થીઓ ને કંઇ પણ મુંઝવતા પ્રશ્ર્ન હોય મોટા મોટા થોથા ઉથલાવી શોધવાનું ને એ માટે કાં તો પુસ્તકો ખરીદવા પડે કે પુસ્તકાલયમાં જવાનો સમય કાઢવો પડે. એ માટે પણ પ્રવાસી સાધનનો ઉપયોગ કરવો પડે. એટલે પેટ્રોલ કે ડિઝલ નો ઉપયોગ થાય.  ને પ્રદૂષણ ફેલાય.  એ રીતે પરોક્ષ રીતે પ્રદૂષણ  ન ફેલાય. ઈન્ટરનેટ નો ઉપયોગ ઘર બેઠા જ કરી જે જોઇએ સચઁ કરી લે એટલે.

આ ટેક્નોલોજી ને કારણે માનવ સમયનો ખુબ બચાવ થયો છે. એટલે ઓછા સમય ને ઓછી માનવ શક્તિ એ કામ ઝડપી થાય છે. બેન્કિંગ ક્ષેત્રમાં તો દરેક કામ ઈન્ટરનેટ દ્વારા જ થાય છે. પૈસાની લેવડ દેવડથી માંડીને બધી જાતના કામ ઈન્ટરનેટે સરળ બનાવી દિધા છે.

તો સામે અમુક ગેરફાયદા પણ છે. માનવ કલાકની બચત ને લીધે બેકારી વધી. જોબ પર ઓછા લોકો ને રાખીને પણ કામ વધારે થઈ શકે એટલે બાકીના લોકોને કામ ન મળે. ને નવરું મગજ ઉલ્ટા કામ કરવા પ્રેરાય.
દરેક નવી શોધના ફાયદા ને ગેરફાયદા તો રહેવાના જ.

આ ઈન્ટરનેટ ને લીધે સોશિયલ મીડિયા નો વ્યાપ વધ્યો. અને આપણે બધા એકબીજાની વધુ નજીક આવ્યા. પોતાના વિચારો મુક્ત રીતે પ્રદર્શિત કરતાં થયા. જે વાત સામે સ્પષ્ટ રીતે ન કહી શકીએ એ આ માધ્યમ દ્વારા સહજતાથી કહી શકાય. પોતાના વિચારો દેશ વિદેશમાં ક્ષણોમાં શેર કરી શકાય. જે પહેલા શક્ય ન હતું. પહેલા તો પોતાના વિચારો ને લખીને પુસ્તક કે ચોપાનીયા રુપે છાપી બધે મોકલવા પડે…એની પાછળ આર્થિક રીતે પણ ઘસાવુ પડે ને એ પછી પણ કોઈ ખરીદશે કે વાંચશે એ બધી બાબતો ખુબ ભાગ ભજવતી. જ્યારે હવે તો સોશિયલ મીડિયાનો ઉપયોગ ખુબ સરળ બન્યો છે. ત્યાં કંઈ પણ મુકો એટલે ઈન્ટરનેટ દ્વારા આખી દુનિયામાં પહોંચી જાય. કોઈ વધારાની ઝંઝટ વગર. આ લેખની જ વાત કરું તો જો પુસ્તક રુપે હોય તો જાણીતા લેખકનું કોઈ પણ ખરીદે પણ અજાણ્યા નો ભાવ કોઈ ન પુછે, પણ અહી તો સહજ રીતે એમ જ ફ્રી માં સામે આવે અને સારું લાગે તો આપોઆપ જ એનો પ્રચાર થાય. આ રીતે ઘણા અજાણ્યા સાહિત્યકાર ને આગળ આવવાની તક મળી છે.

સાહિત્ય જ નહિ પણ બીજી પણ ઘણી બાબતો સાથે આ સાધન જોડાયેલું છે. આ માધ્યમ દ્વારા નવા પરિચય થાય એ દ્વારા જે એકલા પડી ગયા હોય એમને પોતાને ગમતી કંપની મળે. જો કે સમજીને. હવે તો એ રીતે મળેલા બે જીવો એક થઈ પોતાનો સુખી સંસાર પણ ઈન્ટરનેટ ના પ્રતાપે વધારી શકે છે. તો કોઈ વાર ખોટી વ્યક્તિ પણ ભટકાઈ જાય ને જીવનભર પસ્તાવાનો વારો આવે એવું પણ બને. કોઈપણ વસ્તુનો ઉપયોગ સમજદારી થી થાય તો ફાયદો છે જ. પણ  અતીરેક વજ્યતે.

ટૂંકમાં આજના યુગમાં ઈન્ટરનેટ વગર કોઈ જ કામ શક્ય નથી. એટલે નાના મોટા સહુએ એનો ઉપયોગ કેવી રીતે કરાય એ શિખવું જ જોઇએ.
  …લતા સોની કાનુગા…
  …રેખા સોલંકી…
અંતે ઈન્ટરનેટ માટે દિલમાં ઉઠતા ભાવો ને રોકી નથી શકતી.
ઈન્ટરનેટ
ઈન્ટરનેટ વણાયું જીવન સંગ
માણો મોજથી
ખોલો જાદુઈ છડી
આવે અસંખ્ય કામે એ તો
આપે અચાનક આનંદાશ્ચયઁ
મળે જુના મિત્ર રુપી ખજાનો
તો કોઈ દિવસ
એકલવાયા જીવનને
નવા મિત્રો ની વણઝાર …
થઈ જરૂરત બિમાર ને લોહી ની
પહોંચાડે સંદેશ ક્ષણોમાં
ને
એમાં એ પડે જરૂરત ધનની વધૂ
કે
નિષ્ણાત તબીબ ની
મળે તુરત એ પણ…
છે ને ફાયદો જ ફાયદો…!
હોય કાઢવી ખોડ એમાંથી
નિકળશે ભૂલો એમાંથી પણ…
અતી વજ્યતે…!
  …લતા…

પદ્ય રચનાઓ 

જીવન ચાલ્યુ એમજ…

માણો ખુશીઓ એમજ.

રહ્દયમાં વસો એમજ…
ચાહશુ તમને એમજ.

કુદરતમાં સમાઓ એમજ…
બાગ બાગ દિલ એમજ.

આવે આફતો એમજ…
બનો અડગ એમજ.

દુનિયા જૂકે એમજ…
રાજ તમારુ એમજ.

વરસો પ્રેમે એમજ…
‘વેલ’ વિટળાય એમજ.

પ્રભુમાં લીન એમજ…
આવે અંત એમજ.
  …લતા…


આ એજ છે હવા કે શ્વાસ મારા એમાં છે,
જે હવામાં મળ્યા આપણે પહેલા

ભલે આજ તું થાય વિખૂટો મારાથી
આ એજ છે હવા કે શ્વાસ મારા એમાં છે,

પાડીશું લીટા પાણીમાં અમે તો
ભૂસવા હોય તો ભૂંસી સકો તમે તો  

નથી પરવા જીવવાની હવે તો
મોતને આવવું હોય આવે હવે તો

છું ઉભી અડીખમ તણખલા સમ
વંટોળની પરવા નથી હવે તો

આવો તો છે સ્વાગત તમારું
મુજ ર્હદયે વસેલા જ તમે તો

‘વેલ’ કહેવાય ભલે પરાવલંબી
રહેવાની એકલા આદત છે હવે તો.

…લતા…


આજે થયો ભલે તું અળગો  મુજથી પરવા ના,
આ  એજ છે હવા કે જેમાં છે શ્વાસ મારા,

આપ્યા જે ઘાવ તે સંઘરી રાખ્યા મેં
રહેશે હંમેશા શ્વાસોશ્વાસમાં મારા

આપ્યા જે ઘાવ તે સંઘરી રાખ્યા મેં ઉરમાં
જીવીત એ રહેશે  ઉચ્છવાસે તે મારા….

પાડીશું લીટા પાણીમાં અમે તો
ભૂસવા હોય તો ભૂંસી શકો તમે તો  

નથી પરવા જીવવાની હવે તો
મોતને આવવું હોય આવે હવે તો

છું ઉભી અડીખમ તણખલા સમ
વંટોળની પરવા નથી હવે તો

આવો તો છે સ્વાગત તમારું
મુજ ર્હદયે વસેલા જ તમે તો

‘વેલ’ કહેવાય ભલે પરાવલંબી
રહેવાની એકલા આદત છે હવે તો.

…લતા…


તરહી

છે મને આશા જીવન ભર ની
આગમન થાશે તમારું એક દિન.

કરું છું પ્રાર્થના નિશ દિન પ્રભુને
સાંભળશે જરૂર યાચના એક દિન.

છું ભલે જન્મોજન્મની પ્યાસી હું
છે આશ એટલી જ બુજાશે જરૂર એક દિન.

કહેવાતા ધનિકો છે જગમાં ઘણાએ
દિલના ધનિક મળશે જરૂર એક દિન.

‘વેલ’ ને છે આશ મઝધારે પણ એટલે,
કોઈ તો આવશે ઝાલવા હાથ ત્યાં પણ એક દિન.
…લતા…