તું હલેસા
હું હોડી
ચાલ સંગ સંગ
હંકારીએ
આપણી
જીવન કેરી નાવડી
ન મને
મઝધારનો ડર
ન તને ડુબવાનો…!
…લતા…
તું હલેસા
હું હોડી
ચાલ સંગ સંગ
હંકારીએ
આપણી
જીવન કેરી નાવડી
ન મને
મઝધારનો ડર
ન તને ડુબવાનો…!
…લતા…
થઈ રાત,
જોઈ ચાંદ, આવ્યો તું યાદ
ખબર છે તારી આશ છે વ્યર્થ..
છતાં મન તો ભમે..
તારા જ વિચારોની આસપાસ
જેમ ચાંદની આસપાસ..
વરતાય ચાંદની
કાશ! સ્વપ્નમાં પણ જો આવે,
લઈ એ જ આશ, ગઈ સુઈ…
ટીક..ટીક આવ્યો નાદ..
જોઉં છું સ્વપ્ન કે હકીકત..!
સફાળી ગઈ જાગી,
તુટ્યું સ્વપ્ન ને આશ..!
…લતા…
કોંક્રીટ વચ્ચે
રુંધાતુ
શ્વસતું
ધમણની જેમ
ફુલતું
સંકોચાતું
દિવાલે દિવાલે
ભટકાતું
કોઈનું નહિ
તો એ
સહુનું
નગર
અઠડાઈ
કૂટાઈ
આગળ
વધતું
નગર
તો એ
હો
જેવું
એવું એ
સહુને
આવે એને
આવકારતું
નગર
ને
સમાવી
અંદર
રોજી રોટી
આપતું
નગર
મારું નગર
તારું નગર
સહુને
વહાલું
પોતાનું
નગર
..લતા…
વિશ્ર્વ પુસ્તક દિન
મનાવીએ એક દિન
મન કેમ થાય શુધ્ધ…?
રોજ વાંચી કંઇક નવું
ઉતારીએ અંદર
થાય જીવન સાર્થક તો…!
…લતા…
જે ઘરમાં વાંચનનો શોખ નથી એ ઘર દુનિયાની વાતોથી..સાહિત્યથી દૂર છે.
ભલે આજના ટેલિવિઝન યુગમાં દ્વશ્ય..શ્રાવ્ય રીતે પણ દુનિયાની વાતોની જાણકારી મેળવી જ લેવાય છે. પણ વાંચનથી અલગ જ રીતે જ્ઞાન મેળવવા માટે ની જીજ્ઞાશા સંતોષાય છે. એટલે તો આટલા બધા ઈલેક્ટ્રોનિક સાધનોની શોધો થઈ કે જેના દ્વારા જેની જાણકારી મેળવવી હોય એ મળી શકે, છતાં પુસ્તકોની માંગ ઓછી થઈ નથી.
આજે પણ કોઈપણ લેખક કે કવિની કૄતિ ઈલેક્ટ્રોનિક મિડિયામાં કેટલીએ આવી હોય તો પણ પુસ્તક રુપે એ લેખક કે કવિનું કોઈ પુસ્તક બહાર પડ્યુ છે કે નહીં એનું મહત્વ પહેલું ગણાય છે.
મને પોતાને વાંચનનો હદ બહારનો શોખ.મારા લગ્ન વખતે મારી કપડાની બેગ કરતા મારા પુસ્તકોનો પટારો મોટો હતો. બાળકોમાં પણ એ વારસો આવ્યો છે.
ચાર પેઢીથી વાંચનનો શોખ અવિરત ચાલું છે. એનો અનહદ આનંદ છે.
વાંચન ને લેખન દ્વારા વિચારોની આપ લે માટે પૂસ્તક એ સહુથી ઉત્તમ માધ્યમ છે.
આપણે વારસામાં ધન દોલત આપીએ કે ન આપીએ વાંચનનો..પુસ્તકોનો વારસો તો આગલી પેઢીને આપતા જ જવો જોઈએ.
લતા સોની કાનુગા
તારી આંખના દરિયામાં ડૂબીકી મારી
ત્યાં શું જોઉં છું?
બસ છલકાતો તારો પ્રેમ
ને છતાંય
બહાર ન ઉભરાતો જરાય
બન્યો છે મિત્ર મારો તું
ધન્ય બન્યુ છે
જીવન મારું.
…લતા…
કલા જીવન
કરવા કંઈ નવું
આપે પ્રેરણા
…લતા…
હોય જો કલા
દિલે રહે આનંદ
હકારાત્મક
… લતા…
થશે પ્રગતિ
કરો જો નિત્ય નવું
દિલે આનંદ
… લતા…
તારી આંખના દરિયામાં ડૂબીકી મારી
ત્યાં શું જોઉં છું?
બસ છલકાતો તારો પ્રેમ
ને છતાંય
બહાર ન ઉભરાતો જરાય
બન્યો છે મિત્ર મારો તું
ધન્ય બન્યુ છે
જીવન મારું.
…લતા…