Source: કાવ્યગોષ્ઠી ઇ-સામયિક [ ઓક્ટોમ્બર – ૨૦૧૭ ] [ અંક – ૧૪ ]
Monthly Archives: October 2017
Vicharyatra E-magazine/Free Magazine Sept/Oct 2017
શિર્ષક : જુબાની
શબ્દો : 274
કોર્ટમાં છેલ્લી જુબાનીમાં પોતાનાં એક માત્ર અંશને આકરામાં આકરી સજાની અપીલ કરીને એ ખુરશીમાં ફસડાઈ પડી.
આરોપીને ફાંસીની સજા જાહેર થઈ. પણ એનું મન તો અત્યારે ભુતકાળમાં સરી ગયું હતું.
પોતાનાં ઉછેરમાં ક્યાં કમી રહી ગઈ કે પોતાનો દીકરો જ આવો પાક્યો!
હવે અત્યારે ચોકી પર જઈ ડ્યુટી બજાવવાનાં પણ હોશ ન હતા, એટલે સીધી ઘરે ગઈ.
આમે ઘરમાં હવે તે એકલી જ હતી. પતિ એક પ્રામાણિક પોલીસ અધિકારી હતાં. આંતકવાદીને પકડવા જતાં શહીદ થયા હતા.
આ દીકરો પતિના ભાઈના કુકર્મનું પરિણામ હતું. એવા કપરા સંજોગોમાં એના લગ્ન થયા. એ પછી એ પરીક્ષા આપી પોલીસ ખાતામાં જોડાઈ.
નજર સામે ઘડીક યુવાનીનાં ઉંબરે ઉભેલી પોતે દેખાય. ઘડીક બળાત્કારનો ભોગ બનેલી નિદોઁષ બાલીકા જેવી વિરા દેખાય….
એની કરમ કહાની સાંભળી એ વખતે જ એણે નક્કી કરી લીધું હતું કે વિરાનાં ગુનેગારને સજા કરાવીને રહેશે. જે પોતાની સાથે થયું એ વિરા સાથે નહીં થવા દે. એ વખતના સંજોગોએ લાચારીથી ચુપ રહેવું પડેલું, એનો રંજ જીવન ભર રહ્યો. આજે વિરાને એવી જ હાલતમાં જોઈ હ્રદય રડી ઉઠ્યુ.
પોતે એક પોલીસ અધિકારીનાં રુએ પોતાનાં પદનો સાચો ઉપયોગ કરવા માંગતી હતી. વિરા પાસેથી સહાનુભૂતિ પૂર્વક બધી વિગત લઈ પોતાની ટીમને કામે લગાડી દીધી.
તપાસના અંતે આરોપી પકડાયો ત્યારે એનું તો જાણે કે હ્રદય સુન્ન થઈ ગયુ.
એક પ્રામાણિક ને કડક સ્વભાવનાં અધિકારી તરીકેની એની છાપ. એના હાથ નીચેના કર્મચારીઓએ એનો પડ્યો બોલ ઝીલવો જ પડે. એ કારણે જ ખબર હોવા છતાં કે આતો મેડમનો દીકરો છે, તોયે પકડીને લાવવો પડ્યો.
કેસ ચાલ્યો. આરોપી વતી એના મિત્રનાં પપ્પા કેસ લડવા તૈયાર થયા. ફક્ત એ માટે જ કે તેઓ જાણતાં હતાં આ એની માનું એકનું એક સંતાન છે.
આખરે આરોપીની વિરુદ્ધ સજ્જડ પુરાવા સાબિત કરવામાં એ સફળ થઈ.
ને દીકરાને ખોવામાં પણ!
લતા સોની કાનુગા