Monthly Archives: May 2017

જો ને ક્ષિતિજેથી સંતાતો 

સૂરજ 

મળી સંધ્યાને

ઓગળી એમાં

આપી અંધકાર 

ચાલ્યો 

રાત્રીના 

ખોળામાં સુવા…

  …લતા…
ન કર ચિંતા 

એ તો કરવા વિસામો 

જઈ રહ્યો છે..

જોજે મળી ક્ષિતિજે ઉષાને 

આવશે ફરી

હસતો રમતો.

પ્રભાતે 

   …લતા…
🌹સુંદર રાત્રી મિત્રો🌹

આપણું ગુજરાત 

સહુંનું ગુજરાત 

હા! હું ગુજરાતી 

ભલે મને કહો ગુજ્જુ

એમાંય છે વહાલ હજુ

હું તો લઈને ફરું દરિયો

એજ લઈને આખી દુનિયામાં ફરિયો

જ્યાં જ્યાં હું જઈ વસતો 

ત્યાં ત્યાં ગુજરાત ઉભુ કરતો

સાહસ મારા લોહીમાં

વેપાર કરું દેશાવરમાં

હા હું ગુજરાતી 

ભલે મને કહો ગુજરાતી

જય જય ગરવી ગુજરાત. 

 …લતા…
જય ગુજરાત 🌹 દિપે અરુણ પ્રભાત.🌹