Leave a reply
Monthly Archives: August 2017
જીવન લહેર
જીવન લહેર
રાજકારણમાં વચનનાં ઢેર છે,
તોયે પ્રગતિ તો ઠેરની ઠેર છે.
એકવાર જો ઘુસો એમાં પછી,
બસ ધનને માણવાની લહેર છે.
મનનાં છે આ બધા સુખ અને દુઃખ,
બાકી તો ભોળા પ્રભુની મહેર છે.
વાનગીઓના ઢગ ખડકયાં ભલે,
અહીં તો અન્નને ને દાંતને વેર છે.
તું ચાહે કે ન ચાહે મને ઓ ઈશ,
મારે તો ચાહવાનાં બહાના તેર છે.
આવવું હોય એ આવે ને જાય,
અહીં તો જીવનમાં શો ફેર છે!
‘વેલ’ ન કર ઉધામાં જીવવાનાં,
જ્યાં જીવન જ આખું ઝેર છે. …લતા…