Monthly Archives: October 2016

નુતન વર્ષ 

નુતન વરસ  

આવે જાય
કરો
નવુ તો થાય સાર્થક
…લતા…

સાલમુબારક

“લીરા ઓ લીરા ક્યાં છે? અળધી રાત થઈ. હવે તો બસ કરો ફટાકડા ફોડવાનું.”

“એ આવી મમ્મી”

કહેતી 13 વર્ષની લીરા ખુશ થતી થતી ઘરમાં આવી.

“કેમ આટલી ખુશ છે આજ મારી લીરા. તને થાક નથી લાગ્યો કે?”

“મમ્મી સાચુ કહુ! આ આપણા આંગણામાં દિવાળીના આટલા બધા દિવા પ્રગટેલા હતા તો મને થયુ સામે ઝુંપડીઓમાં રહે છે એમને ત્યાં કેટલુ અંધારુ લાગે છે. તો લાવ  ને ત્યાં મુકી આવુ.”

“હેં!” કરતીક ને લીરાની મમ્મી ઘરની બહાર જોવા ગઈ.

જે દ્રશ્ય જોયું એનાથી એની આંખ ઠરી.

‘હાશ! ખરુ નવું વરસ દેખાયુ.

લતા સોની કાનુગા

જાપાનીઝ હાઇકુ પ્રકાર સાઇજીકી 

પ્રણામ ગુરુને

વિદ્યાધન
મળે
જીવન પલટો લાવે
 …લતા…

બેક યાર્ડ બોલ્યુ
અહી આવ
મસ્તી
તારુ બતાવુ જીવન
…લતા…

ખોવાઈ દુનિયા
મળી મને
અહી
નામે તોફાની તાંડવ
…લતા…

મનપંખી ઉડે
ચારેકોર
પણ
પાંખો ગઈ  વિંધાઈ જો
…લતા…

આભ કોરુ કટ
મનમોર
ઝંખે
પ્રેમવર્ષા સદાકાળ
…લતા…

શુભ રાત્રી કહી
વિરમીએ
સહુ
થવા પ્રફુલ્લ ફરી
…લતા…

મનના યુધ્ધને
રોકી શકો
મળે
પરમ શાંતિ સર્વત્ર
 …લતા…

ઝાંઝર ઝમકે
રુમઝુમ
સ્વરે
નાચે પગ પિયુ સંગ.
  …લતા…27.7.

મન ઉડાઉડ
કરતુ જો
પગ
ધરાએ રહે ના ટકે.

…લતા…

સંજોગ વસાત
પંખી આવ્યા
માળે
વૃક્ષ પડ્યું એજ ક્ષણે.

કુદરત રૂઠી
કોના પાપે?
દુઃખી
પશુ પંખીડા સહુએ.
  …લતા..

પાણી વિના સદા
પ્યાસા જીવ
તૃષ્ણા
ન બુજાય ક્યારેય
 …લતા…

કુદરત રૂઠી
હાહાકાર
આ તો
માનવ થયો દાનવ
  …લતા…

માનવ બેફામ
સજા કોને?
મૂંગા
પશુ પંખી નિરાધાર
  …લતા…
 
જીવન ભલે હો
મૃગજળ
રેત
ભીની ભીની આંસુ સંગ
  …લતા…

નિકંદન વને
મૂંગા જીવ
વિના
પાણી…વૃક્ષ ..ટળવળે
  …લતા…

પર્ણ વિન ડાળી
ચિચિયારી
પંખી
માળા વિન તારફડે
 …લતા…

સુંદર રજની
વિરમીએ
સહુ
નવીન જીવન કાજે
  …લતા…

પાતાળ સમ છે
રહ્દય મારુ
આવે
પ્રેમે અવકારું મહી
 …લતા…

સાચવીએ એને
સંસ્કૃતિ માં
રીત
નારી ની રહી સદાયે
 …લતા…

જાગરણ મીઠુ
વ્હાલા માટે
બાકી
ઉજાગરા દિ ને રાત
  …લતા…

અનિંદ્રા સખીરી
વળગી રે
ઉંઘ
ભાગી રે રાત બે રાત.
  …લતા..

ધરતી અંબર
સાથ સાથ
તો એ
મેળાપ અશકય જો
 …લતા…

આભાષી ક્ષિતિજ
દિશે ક્યા?
તો એ
આશ મિલનની જો ને..!
…લતા…

મેડીએ એકલી
સુનકાર
ઘેરો
તડફડાટ દિલનો
 …લતા…

રુમઝુમ કરતી જો
આવી ઉષા
ગાભો
વાદળ કેરો સંતાડે.
 …લતા…

ડોકીયા કરતી
આવી ઉષા
જો ને
વાદળ સંગે આકાશે
  …લતા…
 
ઉગતો સૂરજ
અભિલાષા
લાવે
નવુ કરવા પ્રેરણા
 …લતા…


વહેતા શબદ

આંખ મહી

વસ્યા

ઉતર્યા ર્હદય મહી

  …લતા…


નગર

​કોંક્રીટ વચ્ચે 

રુંધાતુ 

શ્વસતું

ધમણની જેમ

ફુલતું 

સંકોચાતું

દિવાલે દિવાલે

ભટકાતું

કોઈનું નહિ 

તો એ

સહુ નું

નગર

અઠડાઈ 

કૂટાઈ

આગળ

વધતું

નગર

તો એ

હો 

જેવું

એવું એ

સહુને

આવે એને

આવકારતું

નગર

સમાવી

અંદર

રોજી રોટી

આપતું

નગર

મારું નગર

તારું નગર

સહુ ને

વહાલું

પોતાનું

નગર

..લતા..

ત્રિભેટો

​જીવન ના આ વણાંક

ન તને ખબર ન મને

આવી ત્રિભેટે ઉભા આપણે

બસ એક પલ છે

નક્કી

કયે રસ્તે જાવુ તારે…

ને કયે રસ્તે મારે…

પડયા છુટા

ને ખોવાયા

અડાભીડ માનવ જંગલમાં

પણ

એ કેમ ભૂલ્યા કે

પૃથ્વી છે ગોળ…!

આવ્યા ફરી

હતા ત્યાં ના ત્યાં.

…લતા…