Monthly Archives: May 2018

નડાબેટ… ભારત – પાકિસ્તાનની સરહદે તોફાની તાંડવની કાવ્યગોષ્ઠી આ વખતે તોફાની તાંડવની કાવ્યગોષ્ઠી એવી અનોખી જગ્યાએ હતી કે અમારું સહુનું મસ્તક પ્રથમ તો એ જગ્યાએ ગર્વથી આપોઆપ નમ્યું. બનાસકાંઠાની ભારત – પાકિસ્તાનની સરહદના સૂઈ ગામે…નડાબેટ…બી.સે.એફ.ની સરહદની ચેક પોસ્ટ જ્યાં આવેલી છે એ જગ્યાએ જીગરભાઈ, સાકેતભાઈ અને ટીમે એવું સુંદર આયોજન કર્યું હતું કે દિલ બાગ બાગ થઈ ગયું. પ્રથમ ત્યાં આવેલ પ્રસિદ્ધ નડેશ્વરીમાતાનાં મંદિરે દર્શન કરી મંદિરના જ પ્રાગણમાં આવેલ રૂમોમાં ઉતારો કરી..મંદિરે ભોજન લઈ સાંજે નડાબેટ સરહદે બી.સે.એફ. (B.S.F.) ની ચેક પોસ્ટ પર ગયાં. ત્યાં પરંપરા પ્રમાને રાષ્ટ્ર ધ્વજ સાંજે ઉતારવાની વિધિ ફૌજીદળ અને એમના કમાન્ડર આસિસ્ટન્ટ કર્નલ શ્રી જગદીશ શર્માજીની ઉપસ્થિતમાં થઈ. એ પછી તોફાની તાંડવ પરિવાર માટે વિશેષ ગૌરવની વાત એ બની કે શ્રી જગદીશ શર્માજીના સાથ અને સહકાર ઉપરાંત એમની ઉપસ્થિતિમાં એ જ ગ્રાઉન્ડમાં કાવ્યગોષ્ઠી કરવાનો લહાવો મળ્યો. જે જીવનભરનું અમૂલ્ય સંભારણું રહેશે. બનાસકાંઠાના કવિઓ પણ અમારી સાથે જોડાયા…અમને એમને સાંભળવાનો લહાવો મળ્યો. અહીંથી 1 લકઝરી બસ ઉપરાંત 2 ગાડીમાં ત્યાં કવિ-કવીયત્રીઓ ગયાં હતાં. 37 કવિ-કવીયત્રીઓ પઠન કર્યું. બીજે દિવસે એચ્યુઅલ સરહદ છે ત્યાં સહુ ગયાં. અમારી સાથે આસિસ્ટન્ટ કર્નલ શ્રી જગદીશ શર્માજી પણ ત્યાં આવ્યા એથી ખુશીમાં વધારો થયો. પાછાં આવતાં જગ પ્રસિદ્ધ પાટણ રાણકી વાવ જોઈ. મને અનહદ ખુશી છે કે તોફાની તાંડવ પરિવારની સભ્ય છું. પરિવાર વતી મારાં હસ્તે શ્રી જગદીશ શર્માજીને મોમેન્ટો અપાવી જીગર જીગરભાઈ ..સાકેતભાઈએ મને એક અનોખો લહાવો આપી ધન્ય કરી. ખૂબ ખૂબ આભાર જીગરભાઈ, સાકેતભાઈ ..એડમીન મિત્રો અને સમગ્ર તોફાની તાંડવ પરિવારનો.