શિર્ષક : જુબાની
શબ્દો : ૩૦૦
કોર્ટમાં પોતાની છેલ્લી જુબાની આપીને એ ખુરશીમાં ફસડાઈ પડી.
પોતાનાં એક માત્ર અંશને આમ આકરામાં આકરી સજાની અપીલ જજ સાહેબને કરીને.
આરોપીને ફાંસીની સજા જાહેર થઈ. પણ એનું મન તો અત્યારે ભુતકાળમાં સરી ગયું હતું.
પોતાનાં ઉછેરમાં ક્યાં કમી રહી ગઈ કે પોતાનો દીકરો જ આવો પાક્યોં?
હવે અત્યારે ચોકી પર જઈ ડ્યુટી બજાવવાનાં પણ હોંશ ન હતા, એટલે સીધી ઘરે ગઈ.
આમે ઘરમાં હવે તે એકલી જ હતી. પતિ એક પ્રામાણિક પોલીસ અધિકારી હતા. આંતકવાદીને પકડવા જતા શહીદ થયા હતા.
આ દિકરો પતિના ભાઈના કુકર્મનું પરિણામ હતું. એવા કપરા સંજોગોમાં એના લગ્ન થયા. એ પછી એ પરિક્ષા આપી પોલીસ ખાતામાં જોડાઈ.
નજર સામે ઘડીક યુવાનીનાં ઉંમરે ઉભેલી પોતે દેખાય..ઘડીક બળાત્કાળનો ભોગ બનેલી નિદોઁષ બાલીકા જેવી વિરા દેખાય….એની કરમ કહાની સાંભળી એ વખતે જ એણે નક્કી કરી લીધુ હતું કે વિરાનાં ગુનેગારને સજા કરાવીને રહેશે. જે પોતાની સાથે થયુ. પણ એ વખતના સંજોગોએ લાચારીથી ચુપ રહેવું પડેલું એનો રંજ જીવન ભર રહ્યો. આજે વિરાને એવી જ હાલતમાં જોઈ રહ્દય રડી ઉઠ્યુ.
પોતે એક પોલીસ અધિકારીનાં રુએ પોતાનાં પદનો સાચો ઉપયોગ કરવા માંગતી હતી. વિરાને સહાનુભૂતિ આપી એની પાસેથી બધી વિગત લઈ પોતાની ટીમને કામે લગાડી દીધી.
તપાસના અંતે આરોપી પકડાયો ત્યારે એનું તો જાણે કે રહ્દય સુન થઈ ગયુ.
એક પ્રામાણિક ને કડક શ્વભાવનાં અધિકારી તરીકેની એની છાપ. એનો પડ્યો બોલ હાથ નીચેના કર્મચારીએ ઝીલવો જ પડે. એ કારણે જ ખબર હોવા છતાં કે આતો મેડમનો દીકરો છે, તો એ પકડીને લાવવો પડ્યો.
કેસ ચાલ્યો. આરોપી વતી એના મિત્રનાં પપ્પા કેસ લડવા તૈયાર થયા. ફક્ત એ માટે જ કે તેઓ જાણતાં હતાં આ એની માનું એક નું એક સંતાન છે.
આખરે આરોપીની વિરુદ્ધ સજ્જડ પુરાવા સાબિત કરવામાં એ સફળ થઈ.
ને દીકરા ને ખોવામાં પણ!
એની નજર સામે પોતાની સાથે થયેલો એ ઘૃણાસ્પદ બનાવ દેખાયા કરતો રહ્યો, જ્યારથી વિરાની વાત સાંભળી. જાણે એના દીકરાએ પોતાની જીંદગી ચુંથી હોય..!
લતા સોની કાનુગા