આવવા મથતાં શબ્દો
અટવાઈ ગયા
આંગળીઓ વચ્ચે
ને પછી
એમ જ રમવા દીધા
આંગળીઓ વચ્ચે
પણ જ્યાં
વાંચી તારી કવિતા
એ પણ સરવા મંડ્યા
આપોઆપ..!
…લતા…’વેલ’
1 Reply
આવવા મથતાં શબ્દો
અટવાઈ ગયા
આંગળીઓ વચ્ચે
ને પછી
એમ જ રમવા દીધા
આંગળીઓ વચ્ચે
પણ જ્યાં
વાંચી તારી કવિતા
એ પણ સરવા મંડ્યા
આપોઆપ..!
…લતા…’વેલ’
વિશ્વ ચકલી દિન રહ્યો
શબ્દો ચિતરવા
કાજ.
ચકલી કરતી
ચિચિયારી
કાશ!
મળે જો કરવાં માળો.
…લતા…’વેલ’
કૉન્ક્રીટ જંગલ
કુદરત
રુઠી
ચકીનો તડફડાટ.
…લતા…’વેલ’
નગર
કૉન્ક્રીટ વચ્ચે
રૂંધાતુ
શ્વસતું
ધમણની જેમ
ફુલતું
સંકોચાતું
દીવાલે દીવાલે
ભટકાતું
કોઈનું નહીં
તો યે
સહુનું
નગર
અથડાઈ
કુટાઈ
આગળ વધતું
નગર
તો યે
હો જેવું
એવું
એ
આવકારતું
નગર
ને
સમાવી અંદર
રોજીરોટી
આપતું
નગર
મારું નગર
તારું નગર
સહુને વહાલું
પોતાનું નગર.
…લતા…’વેલ’