સબંધ
સબંધ બાંધવો સહેલો છે. તેને નિભાવવો અઘરો છે. સબંધ બંધાય તરત. એનું
લાગણી ને પ્રેમથી સીચીં વટવૃક્ષ પણ
થાય પણ જો એમાં ઉધઈ પેસે તો
કાપ્યા વગર દવા છાટી ટકાવાનો પ્રયત્ન કરવો જોઈએ.
ને તે છતાં જે સબંધ ટકે એમ લાગે જ નહિ તો બંને પક્ષે…. શક્ય ન હોય તો
પોતે સમજી ને ચુપ રહેવામાં જ મજા છે.
કોઈવાર જો ખરેખર મીઠા હોય એ સબંધો તો એની ગરિમા છુપાયેલી છે.
ઘણી વાર એવું પણ હોય કે ખરેખર એક બીજાને દુઃખ પોંચાડવા માગતાં ન હોય તો પણ કોઈ ત્રીજી વ્યક્તિને કારણે સબંધ વિચ્છેદ થાય.
મહત્વનું એ છે કે જો એક બીજા પ્રત્યે અંદરની લાગણી જો હોય ને એવી વ્યક્તિથી છુટા પડવાનો વખત આવે ત્યારે બંનેના પ્રેમની – લાગણીની ગરિમા સચવાય એ રીતે છુટ્ટા પડે તો જ એ સબંધ ક્યારેક ખરેખર દ્રષ્ટાંત રૂપ હતો એમ કહેવાય.
લતા સોની કાનુગા