હું ને મારો બાંકડો

ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

આજ તો મારો મટી તારો થયો છે બાંકડો,✔️
આવ તું તો કેટલો રાજી થયો છે બાંકડો…
…લતા…
છંદમાં…
બાંકડો સૂનો છે, બસ યાદો એ તારી સાથ છે,
સાથ માણ્યા જે દિવસ એનો જ બસ સંગાથ છે.
વેલ વાગોળ્યા કરે એ દિવસ બેસી બાંકડે,
બાંકડો આવીને દિલમાં જે વસ્યો એ સાથ છે…
…લતા…

બેસી બાંકડે✔️

એમ તો કોરી આંખે અપાર શોધ્યો છે તને,
રડતી આંખે હવે ચોધાર, શોધ્યો છે તને.
મળ્યાં હતાં આપણે છેલ્લે આ બાંકડે જ,
મારાં દિલ કેરો ધબકાર, શોધ્યો છે તને.
મુક સાક્ષી બની બેઠો છે સુનો બાંકડો,
સંગ્રહી દિલમાં દુઃખ પારાવાર, શોધ્યો છે તને.
હારી થાકી બેઠી બાંકડાની ગોદમાં જો ને,
આવ હવે તો, દર દર અપરંપાર શોધ્યો છે તને.
જોઈ શકે તો જોઈ લે ‘વેલ’ની દશા આજ,
હટાવી અંતર કેરો અંધકાર, શોધ્યો છે તને.
…લતા…

…………….

બાંકડો✔️

કંઈ કેટલીયે ગુફતગુથી રહ્યો ધબકતો બાંકડો,
ને મુક બની રહ્યો ખોળો ફેલાવતો બાંકડો.
ઠંડી, ગરમી, વર્ષા સહેતો બેઠો છે બાંકડો,
કોઈ આવી આપે સંગાથ, રહે ધબકતો બાંકડો.
કોઈ હળવેકથી આવી બેસતું કરવાં મન હળવું,
તો કોઈની તું તું મેં મેં સાંભળી દુઃખી થતો બાંકડો.
જોઈ બચ્ચાઓની ધીંગા મસ્તી બગીચે,
આહા! કેવો અચાનક રહેતો મહેકતો બાંકડો.
જ્યાં આવી બેસતી ‘વેલ’ ખાવા વિસામો,
સંગાથે એનાં મરક મરક હસતો બાંકડો.
…લતા…’વેલ’
…………………

જો ને એ સુનો બાંકડો, યાદ તારી જ્યાં છે સાથે, ✔️
જોડે માણ્યા જે દિવસો, યાદ તારી જ્યાં છે સાથે.

‘વેલ’ વાગોળ્યા કરે એ મજાના દિવસો બેસી બાંકડે,
દિલમાં આવી વસ્યો બાંકડો યાદ તારી જ્યાં છે સાથે.
…લતા…’વેલ’
જો ને એ સુનો બાંકડો યાદ તારી અપાવે
જોડે માણ્યા જે દિવસો, યાદ તારી અપાવે
‘વેલ’ વાગોળ્યા કરે એ મજાના દિવસો
દિલમાં વસ્યો બાંકડો યાદ તારી અપાવે
…લતા…
વૃદ્ધ દંપતી નો છે વિસામો બાંકડો,✔️
એથી જ વ્હાલો છે એમને બાંકડો.
જ્યાં માણ્યા હતાં દિવસો યુવાનીના,
મુક સાક્ષી બની બેઠો છે એ બાંકડો.
…લતા…
બેઠો છે કેટકેટલાની સાંભળવા આપવીતી,✔️
બાંકડાની કોણ તૈયાર સાંભળવા આપવીતી?
એને ય વાગ્યાં હશે ને કેટલાય સમયના ઘાવ,
તો ય છે અડીખમ, સહુની પચાવતો આપવીતી.
…લતા…
છે યાદો તો જીવવાનું છે બળ,✔️
કોકવાર કાઢી સમય, આવી મળ.
હું ને આ બાંકડો રાહમાં બેઠાં તારી,
આવશે જ્યારે તું, ત્યારે જ વળશે કળ.
…લતા..

આવ બેસીએ એ બાંકડે જ્યાં યાદ આપણી છે.✔️
માણીએ બે ઘડીનો વિસામો જ્યાં યાદ આપણી છે.
ભૂલી ગીલાશિકવા આપણા જ્યાં યાદ આપણી છે.
મળશે ખરી ખુશીઓ ત્યાં જ જ્યાં યાદ આપણી છે.
…લતા…

આમ ન આહ ભર, નથી બાંકડો બિચારો,✔️
આવ આપણે બેસીએ હોય જો તારા વિચારો.

બેસીને વાગોળશું આપણે ઘણીયે જૂની યાદો,
બાકી તો હવે છે જ આ જમાનાનો તકાજો.
…લતા…

મહેંદી સુકાઈ..ગયો રંગ ઉડી, જોતી રાહ બાંકડે,✔️
આવું કહી ગયો સરહદે, એકલી છું હવે બાંકડે.
….લતા…

માણ્યા હતાં મજાનાં દિવસો ખોળામાં બાંકડાના,✔️
આજ આવી બેઠી છું એકલી ખોળામાં બાકડાના.
…લતા…

હાશ કરી બેઠી જ્યાં બાંકડે,✔️
આવ્યો ઇશનો સંદેશ તાકડે.
…લતા…

આવ બે ઘડી બેસી સંગત કરીયે બાંકડે,✅
વાતો ઘણી ભેગી અંગત સાંભળે બાંકડો.
…લતા…
કર મન મક્કમ તો આવી શકીશ બાંકડે,
બાકી તો તું ક્યાં થયો છે દૂર મારાથી?
…લતા…
કોઈ આવતું કરવાં વ્હાલ એકબીજાને,
તો કોઈની તું તું મેં મેં સાંભળતો બાંકડો.
…લતા…
કંઈ કેટલીયે યાદો સમાવી બેઠો છે બાંકડો,✅
વૃદ્ધની ઝીણી આંખો શોધે યાદો તણો છાંયડો.
…લતા…
ઘણાં દિવસે દિલ ભરાયું બેસી બાંકડે,
દોસ્તોની જામી ભીડ ને ખીલ્યો છે બાંકડો.
…લતા…
કેટકેટલાનો વિસામો બની બેઠો બાંકડો,
ને તો યે રાત પડે કેવો સૂનો લાગે રાંકડો!
…લતા..
આજ તો જામી રંગત બાંકડે,
ચાલ ફાકીએ શિંગ લઈ બાંકડે.
…લતા..
આહ ને વાહ ની કેટલીયે યાદો સંગ્રહી બેઠો બાંકડો,
ભૂલી ટાઢ, તાપ જોતો રાહ..વેઠતો બેઠો બાંકડો.
…લતા…
લઈ બેઠી ડાયરી જૂની બાંકડે,
કંઈ કેટલીયે યાદો મઢી તી બાંકડે.
…લતા…
આવ બગીચે, જુવે વાટ બાંકડો,
લઈ શીંગ ચણાનો, મારીયે ફાંકડો.
…લતા…
બાંકડો છો રહ્યો ગુલતાનમાં એની,
ક્યાંક સાંભળી આપવીતી રડી પડત મારી.
…લતા…
બની પ્લેટફોર્મનો બાંકડો બેઠો છું,
9.15 ની ટ્રેન સાથે રોજ આવતી તું.
…લતા…
જો ને કેવો સુનો પડ્યો છે બાંકડો,
જ્યાં નિષ્ઠુર થયો છે જમાનો
…લતા…
હું ને મારો બાંકડો હાશ કરી બેઠા વરસો પછી..
હવે કોઈ કરવાં હેરાન ન આવજો ફરી.
…લતા…
તુ આપે સંગાથ, ખીલખીલ કરે બાંકડો,
જેવો જાતો તુ દૂર, થાતો સાવ રાંકડો!
…લતા…
આવ ને બેસીએ બાંકડે સંગસંગ,
મારાં સિવાય કોની રાહ જુવે છે?
…લતા…

કંઈ કેટલીયે ગુફતગુથી રહ્યો ધબકતો બાંકડો,
ને મુક બની રહ્યો ખોળો ફેલાવતો બાંકડો.
…લતા…

જીવન આસ લઈ ચોમેર ફરતો બાંકડો,
ફુરસદ ક્યાં એને છે ગણવાનો આંકડો.
…લતા….
…………………

ને વાગોળશું એ દિવસો મજાનાં..✔️
ઘડીક રિસાતા..
ઘડીક મનાવતાં એકબીજાને..
ને ફાંકતા શીંગ ચણા..
આપ્યાં હતાં કેટલાય વચનો
આ બાંકડાની સાક્ષીએ..
એથી જ ..
ચાલ ને…આપણી આ ઢળતી ઉંમરે
બેસી ફરી એ બાંકડે
માણીએ આનંદ
સ્મૂતીઓ કેરો.
…લતા…

મળે જો તું તો..✔️
રણમાંય ખીલી ઉઠે બાંકડો
ને
ઝાંઝવામાં ય ફૂલ ખીલે…
પણ માપવા બેઠા જ્યાં..
સમજણથી પ્રેમ..
બસ…રહ્યો પાછળ..
અટૂલો બાંકડો..
રણ મહીં…
…લતા…

જ્યાં એ ખાલી બાંકડે ✔️
જઈ આપણે બેઠાં
હું હું ન રહી..
તું તું ન રહ્યો..
ને..
વરસો પછી..
એ જ ખાલી બાંકડો
જોતો આપણી વાટ.. અટૂલો
જ્યાં મેં જઈ જરાં પંપાળ્યો..
જાણે તાદશ્ય થયો તું..
ને..
હું ફરી ખોવાઈ તારામાં..
…લતા…

ભૂલ બાંસઠ..પાંસઠને✔️
આવ બેસી બાંકડે
એકબીજામાં ખોવાઈયે બે ઘડી…
…લતા…
ચાલ ને બેસી બાંકડે…
ખાઈએ ચિભળું..
તુ કરજે કટકા..
હું લેતી રહીશ ટેસડો😉
…લતા…
જીવન સફર એવી✔️
આવે ઘણાએ પાત્રો…
ઘડી બેસી બાંકડે…
કોઈ આવી ને સહજ
જાય મળી…
ને તો એ સ્મરણ કેરા લિસોટા
દઈ જાય રહ્દયે
ને કોઈ હોય સંગાથે
જીવનભર
તો એ
ન આવ્યાં ગયાંની
હો અસર લગીરે..
…લતા…
એ સુના બાંકડે બેઠી✔️
સહજ જ્યાં..!
લચકતી લીંબડાની ડાળે
ગઈ નજર…..
તુ ક્યાંથી આવી ગયો યાદ
ન રહી ખબર…
ને સહસા
એક ટીપુ અશ્રુનું
પડ્યું હાથ પર
જે હાથે એક વાર
ન છોડવાનું
આપ્યુ હતુ વચન..
આ જ બાંકડે બેસી…
…લતા…

પુરપાટ વહેતી જિંદગીમાં✔️
અચાનક..
મળ્યો એક નિર્જીવ બાંકડો
જે હતો ખળખળ વહેતાં ઝરણાં પાસે..
બસ હવે તો હાશ કરી..
આ બાંકડે જ ..
થાય જીવન પૂરું..
કાશ..!
…લતા…

આજ જઈ ચડી✔️
એ આપણાં મિલનનાં સાક્ષી
બાંકડા પાસે…
હજુ પણ એ ખખડધજ બાંકડો
જુવે છે રાહ…
આવે કોઈ
ને

સ્પર્શે વ્હાલથી…

ને…
બેસી એની સાથે
બને પ્રેમી પંખીડાનો સાક્ષી.
…લતા સોની કાનુગા

આજ જઈ ચડી બગીચે✔️

ને..

સહસા યાદ આવ્યાં..
એ મજાનાં દિવસો
જ્યારે આપણે
બેસતાં બાંકડે,
બસ કોઈ કારણ વગર
ને સાથે ફાંકતા શિંગ ચણા..
ચાલ ને ફરી એ દિવસો ને
ફાંકીએ બેસી બાંકડે.
…લતા સોની કાનુગા

એ અટુલો બાંકડો✔️
ખુશ થતો હશે કેવો..
કોઈ તો આવ્યું
દેવા સાથ મને….
એ નિઃશબ્દ સાંજ
ચુપચાપ બની
લેતી હશે
ઊંડા શ્વાસ
…લતા…

રહ્દયનાં ખૂણેથી✔️
આવ્યો અવાજ
કાશ! કોઈ જો હોત…
સંગ સંગ મારા..
આજ ખાલી ન હોત
બાંકડાની બીજી જગા!!!
…લતા…

એ સુનો બાંકડો
વાટ આપણી જોતો..
શિયાળાની ટાઢી રાતનો
ઓસ સંગ ધ્રુજ્યા કરે.
આવ ઉષા તણા કિરણો બની
સપ્તરંગે ઓસમાં સમાવા..
એ આપણો બાંકડો,
મોતી સંગ હસ્યા કરે.
…લતા સોની કાનુગા .’વેલ’

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s