માંગુ છું શાંતિથી સુવા.
પણ ભટકાય છે લોક એવા..
આવી કોઈ,
ખોલી ચાદર જુવે.
તો કોઈ,
પગે લાગવાને બહાને,
કરે ખાતરી..
સાચ્ચે જ હું સુતી છું ને,
ચિરનિંદ્રામાં..!
કે
બધો દેખાડો થશે ફોગટ..!
ને
હું થઇશ પાછી બેઠી.
હવે મેલો ને એ બધા ઉધામાં..
ને
હાશ! કરી સુવા દો મને
ચિરનિંદ્રામાં..!
…લતા…’વેલ’