Monthly Archives: February 2017

હાઈકુ માળા 

હાઈકુ માળા 

____________
મસ્ત જીવવું
મજાનું જીવન હો
એક કલ્પના..!!!

લીધા શ્વાસ
હવે જીવન જીવું
ભલે હો થોડું

સમય સાથે
ભરે ડગ માનવ
ધન્ય જીવન

વેડફયો જયાં
બરબાદ જીવન
ન આવે પાછો

છોડયા શ્વાસ
જગ રહયું પાછળ
જીવન પુરું
 …લતા…

હાઈકુ માળા

હાઈકુ માળા
___________

સરતી રેત
સમાન છે જીવન
સરતુ ભલે

જયા સુધી છે
સંગાથ માણીએ એ
રહી આનંદે

સંગી સાથી સૌ
આનંદ કિલ્લોલથી
મળી રહીએ

આવશે તેડુ
જઈશ ખુશી ખુશી
એવી છે આશ

કરજે પુરી
અરજ કરુ ઈશ
અંત સુધરે.
 …લતા…

મન

મન :
માનવ મન અકળ છે. ઘડીમાં એને
જે ગમતું હોય તે બીજી ઘડીએ ન પણ
ગમે. એટલે જ મન ને ચંચલ કહ્યું છે
ને…!
મન ની ચંચળતાને નાથી શકે તે
પરમ ને પામવાની નજીક જઈ શકે.
છતાંય જે વ્યક્તિ મહત્વના નિર્ણયો
લેવામાં કુનેહ દાખવે તે જ જીવનમાં
આગળ વધી શકે.
જરૂરી નથી કે બધા પરમ ને પામવાના
પ્રયાસમાં જ રહે. પણ જીવનમાં જરૂર
હોય ત્યારે મન પર કાબુ મેળવતા શીખે તો ધાર્યું કામ કરી શકે. મન હોય તો માળવે જવાય. મન ને કેળવતા શીખીએ તો જીવનનો બેડો પાર થાય. નહિ તો ભટકતું મન ક્યાંય સ્થિર રહે નહિ ને રહેવા દે નહિ.

મનનાં વિચારોનું પણ જીવનમાં
બહુ મહત્વ છે. જેવું વિચારો એવું જીવો
તો એની અસર આસપાસ પણ થાય જ.
સારું વિચારો તો સારી અસર ને ખોટું
વિચારો તો ખોટી અસર. અન્ન તેવો ઓડકાર એ વાક્યમાં પણ વિચારોની અસરનું મહત્વ છે. ગૃહિણી છે તે રસોઈ કરતી વખતે જેવા વિચારો કરે એની અસર રાંધેલા ખોરાક પર સુક્ષ્મ રીતે થાય જ. એટલે તો ગર્ભવતી સ્ત્રી ને પણ સારું સારું વાંચવાનું વગેરે કહેવામાં આવે છે.
એ વખતે એના આચારવિચારની અસર આવનાર બાળક પર પડે છે.

આમ જીવન ઘડતરમાં મન ને મનમાં
ચાલતા વિચારોનું ખુબ મહત્વ છે.

લતા સોની કાનુગા

  

ભલે અંધારુ

રાત પછી આવશે
જરુર ઉષા

લઈ આશાઓ
કરો તૈયારી સહુ
મહેનતથી
 …લતા…

જીવન ને જો સરળતાથી જીવવું હોય તો હકારાત્મક વલણ અપનાવવું જોઈએ. બધા એમ કહેશે કે કોઈ મોટી શારીરિક કે કૌટુંબિક તકલીફ આવે ત્યારે આ બધી વાતો  સુફિયાણી લાગે. પણ નાં સાવ એવું નથી હોતું. 
આપણે આવેલ તકલીફ કરતાં એના વિચારોથી વધારે તકલીફ ઉભી કરીએ છીએ. ખરી રીતે બધી તકલીફોના મૂળમાં વિચારોનો અભિગમ ખુબ કામ કરી જાય છે.

જો વિચારો હકારાત્મક હશે તો આવેલ તકલીફમાંથી નીકળવાનો રસ્તો સરળ બનશે. ને જો નકારાત્મક વિચારોનું ઘોડાપુર ચાલશે તો એમાંથી ડૂબતા તમને કોઈ નહિ બચાવી શકે.
આ અનુભવે કહું છું ખાલી સુફીયાણી વાતો નથી કરતી.
જો આપણે એમ વિચારીએ કે મારી સાથે જ કેમ આમ થાય છે? તો એમાંથી જલ્દી બહાર નહિ નીકળાય.
પણ જો એમ વિચારીએ કે મારામાં સહનશક્તિ વધારે ઉપરવાલાએ આપી છે એટલે એની પરિક્ષા લેવા માગે છે તો દરેક મુસીબતોમાંથી કોઈ ને ખ્યાલ આવે એ પહેલા પાર ઉતરશો.

લતા સોની કાનુગા

​આજના પવિત્ર પર્વ નિમિત્તે સહુને શુભેચ્છા મિત્રો. આજનો દિવસ ફક્ત ‘યુ બી અ માય વેલેન્ટાઈન’ એટલું કહેવા માટેનો નથી. પરંતુ ખરા અર્થમાં એકબીજાને સમજીને પ્રેમ કરવા માટેનો છે. કુટુંબની ને જીવનમાં આવતી કોઈપણ નાની મોટી વ્યક્તિ ‘બી માય વેલેન્ટાઈન’ બની શકે.

  …લતા…

સુંદર દિવસ હો.

🌹🌹🌹🌹🌹