માતૃભાષાનું મહત્વ

ભાષા છે તો આપણે એક બીજાને ઓળખીએ છીએ. એમાંયે માત્રૃભાષાને લીધે એકબીજા સાથે વિચાર વિમર્શ કરવામાં વધારે સરળતા પડે છે. ગમે તેટલી બીજી ભાષાઓ આવડતી હોય પણ આપણે વિચારો તો માત્રૃભાષામાં જ કરીએ છીએ. એટલે જ તો આપણે જોઇએ છીએ કે માતૃભાષામાં ભણતા બાળકોની પરિણામની ટકાવારી પ્રમાણમાં બીજી ભાષામાં ભણતા બાળકો કરતા વધારે આવતી હોય છે. સીધી વાત છે આપણે વિચારો….રોજીંદા જીવનમાં વાતો….બધું જ માતૃભાષામાં કરીએ છીએ એટલે ભણવાનું પણ સહજ રીતે એમાં વધારે સારું ફાવે.

બીજી ભાષા જીવનમાં જરુરી છે એની ના નહિ પણ એને એક વિષય તરીકે લઈ ભણી શકાય.

પણ ગાડરીયો પ્રવાહ ચાલ્યો છે કે આગળ વધવુ હોય તો આંતરરાષ્ટીય ભાષામાં જ ભણવું જોઈએ. ઠીક છે પણ સાથે સાથે બાળકને માતૃભાષા પણ શરુથી જ ભણાવવી જોઇએ.

દુનિયાના ઘણાખરા દેશોમાં માતૃભાષામાં ભણવાનું ચલણ છે જ. એના કારણમાં મુળ એ જ કે એ દરેક માટે સહજ હોય.
અરે કંઈ તકલીફ પડે ત્યારે પણ પહેલો શબ્દ જે અચાનક આપણા મુખમાંથી નીકળે એ પણ માત્રૃભાષામાંથી જ સહજ રીતે આવે છે.
ઓ ભગવાન…ઓ બાપ રે….ઓ માડી રે…
આમ આ બધા શબ્દો સહજ રીતે જ આપણે માતૃભાષામાં જ બોલીએ છીએ.

આમ ખાલી આજના દિવસ પુરતી માતૃભાષાને યાદ ન કરતા…રોજના જીવનમાં બાળકોને એનું મહત્વ સમજાય એ માટેનો આપણે પ્રયત્ન કરવો રહ્યો. એ માટે વાર્તાઓ

કહેવી…શરુથી જ માતૃભાષામાં પણ લખવા વાંચવા તરફ વાળવા….વગેરેનું ધ્યાન આપણે જ રાખવું જોઈએ.

લતા સોની કાનુગા

8 thoughts on “

  1. latakanuga Post author

   સરલાદીદી ખૂબ આભાર.
   એટલે જ દુનિયાના કોઈ પણ ખૂણે રહીએ પણ માતૃભાષા ન ભુલવી જોઈએ.

   Like

   Reply
  2. jigar thakkar

   વાહ લતાબેન…શું કહું આપના માટે…તબિયત નાદુરસ્ત હોવા છતાં આટલું સુંદર માત્ર અને માત્ર લતાબેન જ લખી શકે….ખુબ સરસ બેન

   Liked by 1 person

   Reply
   1. latakanuga Post author

    જીગરભાઈ ખૂબ આભાર.
    આપણી ભાષા માટે આપણને ગર્વ હોવો જોઈએ ને. તો જ ખરા અર્થમાં માતૃભાષાને ચાહીએ છીએ એવો અહેસાસ થાય.

    Like

 1. jhsoni

  Apeni jindgi ni saral vato thi vinimay atela apani mateubhasa… Duniya na gameta cheda veswat kero pan teya janml by bieth lidhal apena baleko apeni matru bhasa sikha tevo abhigam darek mat pita na hoy cha.aa matrubhasha no prem cha.. saras lakhan bafal Lataben abhinafan…

  Liked by 1 person

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s