ઈન્ટરનેટ ની શોધ નો જશ આપવો હોય તો  લીયોનાર્દ ક્લેનરોક ( Leonard kleinrock) ને આપી શકાય. મે 31 1961 ના દિવસે લોકો માટે જાહેરમાં મુકાયુ.
1962 માં જે.સી.આર. લીકલાઈડર ( J.C.R.Licklier) પહેલા PITO ના ડાયરેક્ટર થયા ને વિઝન સ્પષ્ટ કર્યુ. રોબર્ટ ટેલર(  Robert taylor) ની મદદથી લીયોનાર્દ ક્લેનરોક અને જે.સી.આર લીકલાઈડર એ મળી ને આરપનેટ ઈનીટીઅલ ક્રિએશન ( Arpanet Initial creation ) નામથી કામ શરુ કર્યુ.

અત્યારે આપણે જે ઈન્ટરનેટ નો ઉપયોગ કરીએ છીએ એની શરૂઆત યુનાઇટેડ સ્ટેટ ના કેલિફોઁનિયામા 1960 માં થઈ એમ કહી શકાય. પણ 1968 ના ડિસેમ્બરમાં ‘A study of computer network design perameters’ નામની સંસ્થા બની જેમા બીજા પણ ઘણાની મહેનત કામે લાગી. ને જાહેર જીવનમાં લોકો શિખવા લાગ્યા ઈન્ટરનેટ વિશે. જૂલાઈ 3 1969 ના દિવસે
UCLA યુનિવઁસીટી ઓફ કેલિફોઁનિયા …લોસ એન્જલસ.. એ લોકો સમક્ષ પ્રેસમાં આપી ને જાહેર જનતા માટે ઈન્ટરનેટ ખુલ્લુ મુકયુ.

આ રીતે ઈન્ટરનેટ આપણા બધા સુધી પહોચ્યુ..ને આજ ના યુગ ની જરૂરીયાત બન્યુ. દરેક ક્ષેત્રમાં ઈન્ટરનેટ  એ પગપેસારો કર્યો છે.  પછી તે ગામડાની ખેતીવાડી હોય કે હાયટેક શહેરનું ટેકનોલોજી થી ભરેલું જીવન. આજે ઈન્ટરનેટ ની શોધ થઈ છે તો દુનિયા એકદમ નજીક લાગે છે. ફેસબુક. …વોટ્સઅપ..ટ્વિટર. ..આવી તો કેટલીએ સાઇટ ઈન્ટરનેટ ને આભારી છે. એક ક્ષણમાં કયાં ના કયાંની જાણકારી મળી જાય. ….દુનિયાના કોઇ પણ ખૂણે રહેલી વ્યક્તિ સાથે વાત કરવી …આ બધુ તો સહજ વાત થઈ ગઈ છે.

ધંધા રોજગારના ફેલાવા માટે તો જાણે એના વગર ચાલે જ નહી.  ઓન લાઇન ધંધાની બોલબાલા વધતી જ જાય છે. પહેલા જે માન્યતા હતી કે જોઈ ચકાસી ને જ ખરીદી કરાય એ વાત ની તો હવે આજ ના જનરેશન ને જરૂર જ નથી લાગતી. એટલે એવું પણ નથી કે જોયા વગર માથે પડે એવુ બધુ મળી જાય છે. ઓનલાઈન
ખરીદીમાં પણ બધુ જોઈ ને ખરીદી શકાય છે. એ ત્યાં સુધી કે ન ગમે કે વસ્તુ સારી ન નીકળે તો બદલી પણ શકાય.

એજ રીતે આરોગ્ય ને લગતી બાબતોમાં પણ ઈન્ટરનેટ નો ખુબ બહોળો ઉપયોગ થાય છે. અરે અંતરીયાળ ગામડામાં પણ ઈન્ટરનેટ ની મદદથી દેશ વિદેશના તબીબો સાથે વિચાર વિમસઁ કરી માગઁદશઁન મેળવી સારવાર શક્ય બનતી થઈ છે.

તો ખેતીવાડી ના કામમાં પણ એનો વ્યાપક ઉપયોગ લાભદાયી સાબિત થયો છે. દેશ વિદેશના  ખેડૂતો નવી નવી ટેકનોલોજી ની આપ લે કરી વધારે સારી ખેતી કરતા થયા.

વિદ્યાભ્યાસમાં તો એમ લાગે કે સૌથી વધારે ઈન્ટરનેટનો ઉપયોગ થતો હશે. એક દેશમાં બેઠાબેઠા બીજા દેશમાં પરિક્ષા આપવી તો જાણે રમત વાત થઈ ગઈ છે. વિદ્યાર્થીઓ ને કંઇ પણ મુંઝવતા પ્રશ્ર્ન હોય મોટા મોટા થોથા ઉથલાવી શોધવાનું ને એ માટે કાં તો પુસ્તકો ખરીદવા પડે કે પુસ્તકાલયમાં જવાનો સમય કાઢવો પડે. એ માટે પણ પ્રવાસી સાધનનો ઉપયોગ કરવો પડે. એટલે પેટ્રોલ કે ડિઝલ નો ઉપયોગ થાય.  ને પ્રદૂષણ ફેલાય.  એ રીતે પરોક્ષ રીતે પ્રદૂષણ  ન ફેલાય. ઈન્ટરનેટ નો ઉપયોગ ઘર બેઠા જ કરી જે જોઇએ સચઁ કરી લે એટલે.

આ ટેક્નોલોજી ને કારણે માનવ સમયનો ખુબ બચાવ થયો છે. એટલે ઓછા સમય ને ઓછી માનવ શક્તિ એ કામ ઝડપી થાય છે. બેન્કિંગ ક્ષેત્રમાં તો દરેક કામ ઈન્ટરનેટ દ્વારા જ થાય છે. પૈસાની લેવડ દેવડથી માંડીને બધી જાતના કામ ઈન્ટરનેટે સરળ બનાવી દિધા છે.

તો સામે અમુક ગેરફાયદા પણ છે. માનવ કલાકની બચત ને લીધે બેકારી વધી. જોબ પર ઓછા લોકો ને રાખીને પણ કામ વધારે થઈ શકે એટલે બાકીના લોકોને કામ ન મળે. ને નવરું મગજ ઉલ્ટા કામ કરવા પ્રેરાય.
દરેક નવી શોધના ફાયદા ને ગેરફાયદા તો રહેવાના જ.

આ ઈન્ટરનેટ ને લીધે સોશિયલ મીડિયા નો વ્યાપ વધ્યો. અને આપણે બધા એકબીજાની વધુ નજીક આવ્યા. પોતાના વિચારો મુક્ત રીતે પ્રદર્શિત કરતાં થયા. જે વાત સામે સ્પષ્ટ રીતે ન કહી શકીએ એ આ માધ્યમ દ્વારા સહજતાથી કહી શકાય. પોતાના વિચારો દેશ વિદેશમાં ક્ષણોમાં શેર કરી શકાય. જે પહેલા શક્ય ન હતું. પહેલા તો પોતાના વિચારો ને લખીને પુસ્તક કે ચોપાનીયા રુપે છાપી બધે મોકલવા પડે…એની પાછળ આર્થિક રીતે પણ ઘસાવુ પડે ને એ પછી પણ કોઈ ખરીદશે કે વાંચશે એ બધી બાબતો ખુબ ભાગ ભજવતી. જ્યારે હવે તો સોશિયલ મીડિયાનો ઉપયોગ ખુબ સરળ બન્યો છે. ત્યાં કંઈ પણ મુકો એટલે ઈન્ટરનેટ દ્વારા આખી દુનિયામાં પહોંચી જાય. કોઈ વધારાની ઝંઝટ વગર. આ લેખની જ વાત કરું તો જો પુસ્તક રુપે હોય તો જાણીતા લેખકનું કોઈ પણ ખરીદે પણ અજાણ્યા નો ભાવ કોઈ ન પુછે, પણ અહી તો સહજ રીતે એમ જ ફ્રી માં સામે આવે અને સારું લાગે તો આપોઆપ જ એનો પ્રચાર થાય. આ રીતે ઘણા અજાણ્યા સાહિત્યકાર ને આગળ આવવાની તક મળી છે.

સાહિત્ય જ નહિ પણ બીજી પણ ઘણી બાબતો સાથે આ સાધન જોડાયેલું છે. આ માધ્યમ દ્વારા નવા પરિચય થાય એ દ્વારા જે એકલા પડી ગયા હોય એમને પોતાને ગમતી કંપની મળે. જો કે સમજીને. હવે તો એ રીતે મળેલા બે જીવો એક થઈ પોતાનો સુખી સંસાર પણ ઈન્ટરનેટ ના પ્રતાપે વધારી શકે છે. તો કોઈ વાર ખોટી વ્યક્તિ પણ ભટકાઈ જાય ને જીવનભર પસ્તાવાનો વારો આવે એવું પણ બને. કોઈપણ વસ્તુનો ઉપયોગ સમજદારી થી થાય તો ફાયદો છે જ. પણ  અતીરેક વજ્યતે.

ટૂંકમાં આજના યુગમાં ઈન્ટરનેટ વગર કોઈ જ કામ શક્ય નથી. એટલે નાના મોટા સહુએ એનો ઉપયોગ કેવી રીતે કરાય એ શિખવું જ જોઇએ.
  …લતા સોની કાનુગા…
  …રેખા સોલંકી…
અંતે ઈન્ટરનેટ માટે દિલમાં ઉઠતા ભાવો ને રોકી નથી શકતી.
ઈન્ટરનેટ
ઈન્ટરનેટ વણાયું જીવન સંગ
માણો મોજથી
ખોલો જાદુઈ છડી
આવે અસંખ્ય કામે એ તો
આપે અચાનક આનંદાશ્ચયઁ
મળે જુના મિત્ર રુપી ખજાનો
તો કોઈ દિવસ
એકલવાયા જીવનને
નવા મિત્રો ની વણઝાર …
થઈ જરૂરત બિમાર ને લોહી ની
પહોંચાડે સંદેશ ક્ષણોમાં
ને
એમાં એ પડે જરૂરત ધનની વધૂ
કે
નિષ્ણાત તબીબ ની
મળે તુરત એ પણ…
છે ને ફાયદો જ ફાયદો…!
હોય કાઢવી ખોડ એમાંથી
નિકળશે ભૂલો એમાંથી પણ…
અતી વજ્યતે…!
  …લતા…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s