પતિની ઉઘડી આંખ 


પતિની ઉઘડી આંખ

“રાજુ બેટા પીલે ને આ દૂધ. જો તારી મા ને હું ગમે ત્યાંથી શોધી લાવીશ હો.” જીવો છેલ્લા 3 દિવસથી એના વહાલા રાજુને લાડ લડાવી…ફોસલાવી સમજાવવાનો પ્રયત્ન કરતો હતો. પણ રાજુ બસ રડ્યા કરતો. જીવાની આંખમાંથી આવતા આંસુ તેણે મહા પરાણે રોક્યા.

જીવો ને જીવીનું જીવન આ શહેરમાં જ વીત્યુ હતુ. ગરીબી ના કારણે ભણ્યા નહી. માબાપની જેમ કડિયાકામ ચાલતા હોય ત્યાં મજૂરી એ જતાં બંને પરણી ગયા. એમાં એમના જીવનમાં બાળક આવ્યુ ને ખુશીઓ લાવ્યું. જીવો હવે મજૂર મટી કડિયો બન્યો. ને આવક વધી. જીવી નાનું એવુ ચાલીમાં ઘર લેવાના સપના જોવા લાગી.

જીવી મા બની એમા એ દિકરા રાજુને સાચવવા…ઘરકામ ને મજૂરીએ જવુ એમાં જીવા પર બેધ્યાન રહેવા લાગી.

આ બાજુ જીવો કુછંદે ચડી દારૂની લતે ચડ્યો. શરૂમાં તો જીવીએ આંખ આડા કાન કર્યા. પણ દિવસે દિવસે જીવો વધારે ને વધારે દારૂ પીવા લાગ્યો. જીવીએ એને આ લતમાંથી વાળવાનો ખુબ પ્રયત્ન કર્યો પણ વ્યથઁ.

છેવટે એક સવારે જીવી કોઈને કઈ કહ્યા વગર એકલી જ ચાલી ગઈ. મોઢા એટલી વાતો ફેલાઈ.  જીવી આની સાથે ભાગી ગઈ ને પેલાની સાથે જોઈ હતી.

જીવાની આંખ હવે ખુલી. છેલ્લા 3 દિવસથી દારૂનો છાંટો પણ નોતો લીધો. બસ દિકરાને સાચવવામાં જ રહેતો. એણે પોતાની જાત સાથે કસમ ખાધી કે હવેથી એ દારૂ ને હાથ પણ નહી લગાડે.

આમનામ 5 દિવસ થઈ ગયા. રાજુ રોતા રોતા સુતો પણ ઘડી ઘડી જબકી ને જાગી જતો. રાત પડવા આવી હતી ને દરવાજે ટકોરા પડ્યા. 3 વરસનો રાજુ એકદમ જાગીને દરવાજા બાજુ દોડ્યો. જીવો તરત એની પાછળ ગયો. દરવાજો ખોલી ને જુવે છે તો એક સ્ત્રી ઓછાયો દેખાયો. રાજુ તો દોડી ને મા ને વળગી પડ્યો. જીવો અપલક નયને જીવીને જોતો રહ્યો.

લતા સોની કાનુગા.

25.8.16.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s