મા નો મોક્ષ

મા નો મોક્ષ (નર્ક મુક્તિ)

એ બસ ને જતી જોઈ રહી. એની આંખમાંથી આંસુ ના બે ટીપા આવ્યા ન આવ્યા ને સુકાઈ ગયા. એક વખત હતો કે પોતે આ બસમાં બેઠી હોય અને આ રેડ લાઈટ એરીયા માંથી પાસ થતી હોય ત્યારે મનમાં ઘૃણા ઉદૄભવતી.

જીવન એને ક્યાં નું ક્યાં લઈ આવ્યું?

જે જગ્યા જોઈ ઘૃણા થતી…. બસ ત્યાથી પસાર થતી ત્યારે, એ જ જગા એની ઓળખ બની ગઈ. કિસ્મત ના ખેલ ની રીત જુવો તો એ ખેલનુ એક રમકડું બની ને રહી ગઈ.

‘એ ત્યાં બાલ્કનીમાં ઉભી ઉભી શું કરે છે? તારો હગલો કોઈ એમ નહીં આવે. આવ અંદર.’

અવાજ સાંભળી વિચારો માંથી બહાર આવી. ને ચુપચાપ અંદર જતી રહી. એ જ રોજનું મશીનની જેમ જીવવાનું શીખી ગઈ હતી એ. શરિર ચુંથાતુ તો એ જાણે જડની જેમ રહેતા ટેવાઈ ગઈ હતી. બસ કોઇ પણ રીતે પોતાની એક ની એક દિકરી આ દોઝખથી દુર રહે એ માટે પ્રયત્નશીલ રહેતી. અહીં કોઈ દલાલ ને અણસાર પણ ન આવે એનું ખુબ ધ્યાન રાખવું પડતું. દિકરી ને હોસ્ટેલમાં રાખી ભણાવતી હતી. છુટ્ટીઓમાં દિકરી એક હિતેત્છુ છે જેમણે એના જન્મ સમયથી સાચવતા તેમને ત્યાંય જ જતી.

શરૂમાં તો દિકરી જીયા એમ સમજતી કે એની મમ્મી પરદેશમાં જોબ કરે છે. એને એમ જ સમજાવવા માં આવ્યું હતું.

પણ જીયા કોલેજ ના છેલ્લા વષઁ માં હતી ને તે વગર કહે જ એના જીગરઅંકલ ને ત્યાં આવી. આમ તો રજાઓ હોય ત્યારે જ આવતી. દરવાજા નેે નોક કરવા ગઈ ને એને જીગરઅંકલ ને કોઇ ની સાથે એના વિશે વાત કરતા સાંભળ્યા.

‘બેના, ક્યારેક તો આપણે જીયા ને હકીકત થી વાકેફ કરવી જ પડશે. મને લાગે છે હવે એ વખત આવી ગયો છે. ‘

સામે શું વાત થઇ એ તો જીયા સાંભળી ન શકી પણ એના જીવન ને અનુલક્ષીને કોઈ વાત છે એટલો તો ખ્યાલ આવી ગયો.

એણે દરવાજો નોક કર્યો. જીગરભાઈ આજે એકલા જ ઘરે હતા. એમના પત્ની પિયર ગયા હતા. દરવાજો ખોલતા જ જીયા ને જોઈ ને થોડા હલબલી ગયા. અંદર આવતા જ જીયા બોલી,

‘અંકલ શું વાત છે જે અત્યાર સુધી મારાથી છુપાવી છેે ? ‘

‘અરે બેટા કઈ નહિ. એ તો કહે આજે અચાનક ક્યાંથી આવી? તબ્યત તો સારી છે ને.’

‘અંકલ એમ વાત ન ઉડાવો.’

‘બેટા, તારી આંટી તો પિયર ગઈ છે. જા અંદર જઈ ને ફ્રેશ થા.’

જીયા એટલુ તો સમજી જ કે કોઈ ખાસ વાત છે. પણ મન મક્કમ કરી ફ્રેશ થઈ ને પછી સાંજની રસોઈ બનાવી ને અંકલ સાથે જમતા જમતા વાત કાઢી.

‘અંકલ જે પણ વાત હોય મને કહો. હું હવે કઈ નાની નથી. જે મા ને મેં જોઈ પણ નથી. તો એ તમને કોઈ વાર એના વિશે પુછી ને હેરાન કર્યા છે? ‘

‘બેટા તારા જેવી ડાહી દિકરી તો કોઈની નહીં હોય. પણ હજુ સમય નથી પાક્યો.’

‘હવે હું એટલી તો મોટી થઈ જ છુ કે સમજ ન પડે.’

આખરે ખુબ રકજક ને અંતે જીગરભાઈ એ જીયા ને એના અને એની મા વિશે બધુ કહ્યુ.

જીયા સાંભળી ને થોડી વાર માટે સુન થઈ ગઈ. પણ પોતાની જાતને તરત મક્કમ કરી બોલી,

‘મારી મા એ મારા માટે પોતાની જાતને નરકમાં સડવા દિધી. હવે નહીં. હું એમને મારી પાસે લાવી ને જ જંપીશ. ‘

એણે અંકલ પાસે થી પુરી વિગત અને એની મમ્મી નો મોબાઇલ નંબર પણ લીધો. પણ પોતે જાતને મક્કમ કરી વાત ન કરી. ને અંકલ ને પણ એ ન કહે ત્યાં સુધી મમ્મી ને કઈ નહિ કહેવા મનાવી લીધા.

કોલેજમાં પ્રિન્સિપાલને જીયા એની હોશિયારી અને દરેક પ્રવૃતિમા આગળ પડતો ભાગ લેતી અને કોલેજ નું નામ રોશન કરતી એથી વહાલી વિદ્યાર્થીની હતી. જીયા ને પણ એમના પર પુરો વિશ્વાસ હતો. એણે પ્રિન્સિપાલને બધી વાત કરી ને એમની મદદ માંગી. પોતાની મા ને એ નરક માંથી છોડાવવા. પ્રિન્સિપાલ પણ જીયા ની આપવીતી સાંભળી દ્વવી ઉઠ્યા. એમણે જીયા ને પ્રોમિશ આપી કે એને પોતાની ઓળખાણ નો ફાયદો ઉઠાવી મદદ કરશે.

ને પોલીસ ખાતામાં એમની ઉચી પોસ્ટ નો લાભ લઈ એ. સી. પી.સાહેબ દ્વારા ધાક ધમકી આપી જીયા ની

મા ને એ નરક માંથી મુક્ત કરાવી.

મા ને દિકરી નું આવું રહ્દયસ્પશીઁ મિલનના શાક્ષી બન્યા.

જીયા એ એ જ ક્ષણેે નક્કી કર્યું કે તે સામાજિક સમસ્યા નો વિષય લઈ માસ્ટર ડિગ્રી લેશે. ને પોતાની મા જેવી સ્ત્રીઓ ને એ નરક માંથી છોડાવવા ના પ્રયત્નમાં જ પોતાનું જીવન સમર્પિત કરશે.

લતા કાનુગા

2 thoughts on “મા નો મોક્ષ

  1. latakanuga Post author

   ખુબ આભાર મૌલિકભાઈ. ખરેખર તો એવી પ્રાર્થના કરીએ કે આવુ કામ કરવાની કોઈ સ્ત્રીને જરૂર જ ન પડે એવુ સામાજીક વાતાવરણ ઉભુ થાય.

   Liked by 1 person

   Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s