જીવન ની ડાયરીનુ એક પાનુ

જીવનની ડાયરીનું એક પાનું.

—————————————–

અધરાતની લક્ઝરી મુસાફરી
ને અચાનક પલટી ખાતી બસ..
સુનકાર રાત્રીની રહ્દય દ્રાવક ચીસાચીસ….
સીટ નીચે દબાતું યૌવન…..
મા લાચાર…
પડખે જ ..
છતાં બેબસ…
આવ્યા તારણહાર…અજાણ્યા-
બસ ડ્રાઇવર કંડકટર…
બચાવ્યું જીવન…!!!

…લતા…

એ 18.5.2007 ની ગોઝારી રાત જીવનની ડાયરીમાંથી કોઈ દિવસ ભુલાશે કે ભૂંસાશે નહિ.

હું મારા મી. ને મારી દીકરી સોમનાથદાદા ના દર્શને રાતની બસમાં જતા હતા. નિરાંતે સ્લીપર કોચમાં સુતા હતા..ઉપર ની ડબલ શીટ માં હું ને દીકરી..મને રાત્રે ઉઠવા જોઈએ એટલે હું બહારની બાજુ સુતી ને દીકરી અંદરની બાજુ. મારા મી. સિંગલ શીટ માં પણ ઉપર જ સુતા હતા.

ને અચાનક… જોરદાર ઝાટકા સાથે બસ હાલક ડોલક થવા લાગી. કોઈ કઈ સમજે એ પહેલા તો બસ જોરથી ઉછળી ને આડી પડી. બધું થોડી જ ક્ષણોમાં જ થઇ ગયું. કોઈ ને કઈ દેખાતું ન હતું ને સમજાતું ન હતું કે શું થયું ને શું થઇ રહ્યું છે.

ચીસાચીસ ને રડારડના અવાજો વાતાવરણ એવું ભયાનક બનાવતા હતા કે જેણે અનુભવ્યુ હોય એને જ ખ્યાલ આવે.. પ્રભુ કોઈને એવો અનુભવ ન કરાવે.

થોડીક જ મિનિટો માં હાહાકર મચી ગયો. હું અંધારામાં મારો જમણો પગ ક્યાંક લટકાવી ને એક પગે ઉભી હતી. થોડી વારે ખ્યાલ આવ્યો મારી દીકરી નીચે પડી હતી. ને મારો એક પગ એને અડતો હતો. એ ઉભી થઇ શક્તી ન હતી. કેટલીયે વાર પછી ખ્યાલ આવ્યો કે એ સીટની નિચે દબાયેલી છે ને સીટ કેમે ખસી શકે એમ ન હતી. મારા મી. નો અવાજ આવ્યો. ત્યારે ખયાલ આવ્યો કે તેઓ સલામત છે. ધીરે ધીરે સહુ બસ માંથી ભહાર નીકળવા લાગ્યા. કોઈ  ન નીકળી
શક્યા એમને બીજા  બસ ની બહાર લઇ જવામાં મદદ કરવા લાગ્યા.

પણ હું ને મારી દીકરી અંદર જ હતા. બધા બહાર થી બૂમો પાડે બહાર આવો પણ દીકરી ને મૂકી ને કેમ જાઉં! અંદર તો જાણે ઘડી માં ધૂળ ઉડે. બસની બારીનો ભાગ માટીમાં ને અમે ત્યાં. દીકરી તો જાણે કબર ખોદાઈ હોય ને એમાં કોઈ હોય …ઉપરથી બધા માટી નાખતા હોય એવી
કરુણ હાલત…! તો એ એણે પોતાના શર્ટમાં ભરાવેલા ચસ્મા એક હાથે પહેર્યા જેથી આંખમાં ધૂળ ન જાય.

બસની નીચે થી ઘણા એ લાકડી નાખી ધૂળ હટાવી અમને બહાર કાઢવા પ્રયત્ન કરવા લાગ્યા. પણ એ પણ શક્ય ન હતું. લગભગ કલાક આમનામ ચાલ્યું. ત્યાં એક બીજી લક્ઝરી આવી ને એના ડ્રાઇવર કંડકટર આવ્યા. એમને તરત ક્યાંકથી લાકડીઓ ભેગી કરી 4 જણ અંદર આવ્યા.
આ બધું રાતના અંધારામાં  2 થી 3 ની વચ્ચે જ ચાલતું હતું. ચંદ્રના પ્રકાશમાં ને કોઈ પાસે મોબાઈલ હોય  એના પ્રકાશમાં.

તરત મને કહે બેન તમે અંદર થી બહાર આવો અમે દીકરી ને બહાર લાવશું. મને થોડી હાશ થઇ. ખુબ નાની જગા હતી કોઈ ને કઇ દેખાતું ન હતું. કોણ ક્યાં પગ મૂકી ને ચાલે છે એ પણ.
ખરી કઠણાઈ એ જ હતી કે દીકરી જે પાટિયા…સીટ નીચે દબાઈ હતી બધા એની પર જ પગ મોકી ને નીચે ઉતરતા હતા. કોઈ ને ખ્યાલ પણ નોતો વાસ્તવિકતા નો. એ દીકરી ને વધારે ભારે પડ્યું.

બધાએ ભેગા મળી લાકડા ની મદદથી સીટ ઉંચી કરી દીકરી ને ધીરે થી ઉંચી કરવા ગયા ને કંડકટર જે પચીસેક વર્ષનો લાગતો હતો એને ખ્યાલ આવી ગયો કે દીકરી ના હાડકા તૂટી ગયા છે. એણે નીચેથી ધીરેથી હાથ નાખી ને ગોદમાં લઇ લીધી ને બસની બહાર આવ્યો. ને રોડ ઉપર એ લક્ઝરી ઉભી હતી ત્યાં જ સીધા લઇ ગયો ને અમને પણ તરત બસમાં આવી જવા કહ્યું.
એ ભાઈ એ સીધી દીકરી ને બસમાં લાવી ને જ સુવડાવી.

અમારી બસના કંડકટર ને ડ્રાઇવર તો બસ ખેતરમાં આડી પડવા ગઈ ત્યારે જ કૂદકો મારી ભાગી ગયા હતા. બસ રોડથી લગભગ 20 ..25 ફુટ નીચે ખેતરમાં પડી હતી..ઉનાળો હોવાને કારણે ખેતર વાવ્યા વગરનું જ હતું.

આ તો ભગવાને જાણે દૂત મોકલ્યા.

બસમાં ઘણા ને નાનું મોટું વાગ્યું હતું. ઘણા અમે જેમાં બેઠા એ બસમાં આવ્યા. આ બનાવ રાજકોટ પહેલા 25 કી.મી. રે થયો હતો.

આ બધી ધમાલમાં મારુ પાર્સ બસમાં જ રહી ગયું. રાજકોટ સિવિલ માં લઇ જવાનું નક્કી કર્યું. હું બોલી પૈસા તો નથી..ત્યાં દીકરી એ કહ્યું મારા ખીસામાં 900 રૂપિયા છે.  કંડકટર ને ડ્રાઇવર બંને મળી ને એમની પાસે જેટલા પૈસા હોય. એ અમને દેવા લાગ્યા. જોકે જરૂર ન પડી. રાજકોટ સિવિલ આવતા તરત કંડકટર જાતે સ્ટ્રેચર લઇ આવ્યો
બસમાં જ અમને ખ્યાલ આવી ગયો હતો કે એનો એક પગ કામ નથી કરતો…એટલે બધા ને એની ગંભીરતા નો અહેસાસ હતો.
ને પોતે જ દીકરી ને ધીરેથી ઉંચકી સ્ટ્રેચર પર સુવડાવી. ને બીજા પણ પેસન્ટ પણ ઉતાર્યા. પછી બીજા  પેસેંજર ને લઇ ને બસ આગળ ગઈ.

આ બધા જ સમય દરમ્યાન મારી દીકરી એ ખરેખર રંગ રાખ્યો. ખુબ જ સહનશક્તિ ની મૂર્તિ બની રહી. પુરી કઠણ થઇ ને
રહી. ન રડારડ કે ન ચીસાચીસ.
એક્સરે કાઢ્યો ત્યારે ખબર પડી કે એને મલ્ટીપલ ફેક્ચર છે. કુલ 6 ફેક્ચર હતા. પેલવિક રિંગ ને 5 ફેક્ચર ને 1 પગના જોઈટ ના બોલ માં. જાણે ભગવાને એને કઠણ બનાવી દીધી..સહન કરવાની જાણે શક્તિ પણ આપવા લાગ્યા. મારા મી. ને માથામાં વાગ્યું હતું. ને મને પેટમાં ને પગમાં. પણ અમે તો દીકરી ની હાલત જોઈ ને અમારું બધું ભૂલી ગયા.

એક રાતે જાણે જીવન માં પલટો લાવી દીધો.

લતા સોની કાનુગા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s