ગુડ મોર્નિંગ 

​ગુડ મોર્નિંગ 

હાઈ કેમ છો?’ ‘સોરી હું તમને ઓળખતી નથી’ ‘એટલે જ ઓળખાણ કરવા માગું છુ’ ‘આપણા વિચારો એક છે. શોખ એક છે.’ ‘અરે મેમ કોઈ વાર તો જવાબ અપાય હો’ 
આમ રોજ મેસેજ આવે. ભાષા શિષ્ઠ. સારાસારા મેસેજ મોકલે કોઈ દિવસ અભદ્ર ભાષા ન વાપરે. સળંગ મેસેન્જરમા આવતી કોમેન્ટ થી કંટાળી એકવાર ઓખા એ આશયના ટાઈમ લાઈનમાં જઈ એની પ્રોફાઈલ તપાસી. કઈ અયોગ્ય ન લાગ્યું ને પાછુ એની રૂચી જેવી જ રૂચી વાળો લાગ્યો આશય…શરુ મા તો બસ એના મેસેજ વાંચતી ને ખુશ થતી. કોઈ દિવસ મેસેજ ન આવે તો એને ન ગમતું. આમાં ને આમાં ઓખા આશય સાથે ક્યારે ચેટ કરવા લાગી એનો તો એને ખ્યાલ જ ન રહ્યો. ‘ગુડ મોર્નિંગ’ થી સરું થઇ ‘ગુડ નાઈટ’ ની વચ્ચે ક્યારે ‘હાઈ હની’ ‘આઈ લવ યુ’ એ પોચી ગયા એની ખબર ન રહી. ચેટ કરતા કરતા બંને એટલા આગળ વધી ગયા કે પ્રેમ નો એકરાર..હજુ તો બંને એકબીજા ને રૂબરૂ મળ્યા પણ ન હતા. આખરે આશયે મળવા માટેનું ઈંજન આપ્યું. જે ઓખા એ સહજ ખચકાટ સાથે સ્વીકાર્યું. કોફીશોપ મા બંને પહેલીવાર મળ્યા. પ્રથમ વાર પ્રત્યક્ષ મળ્યા ની ખુશીમાં કેટલી વાર સુધી તો બંને કઈ બોલવાનું પણ ભૂલી ગયા. જ્યારે ઓખાને ખ્યાલ આવ્યો ત્યારે શરમાઈ ગઈ.
એ પહેલી મુલાકાત માં ખાસ વાત ન થઇ. પણ ધીરે ધીરે મુલાકાતો વધવા લાગી. હવે ઓખા એવા મોડ પર ઉભી હતી હતી કે એના મનમાં આશય સાથે લગ્ન કરવા શિવાય બીજું સુજતુ જ ન હતું આશય લગ્ન થી દુર રહેવા માગતો હતો. તે પરણેલો હતો.. વહુ ને ગામડે રાખતો.. પોતે જલસા કરે ને એની વહુ નીલમ ને શહેરમાં બોલાવતો પણ નહિ. અત્યાર સુધી ઘણી છોકરીઓ ને ફેરવી તી પણ ઓખા એમ કઈ એને છોડે તેમ ન હતી. બંનેની કાયમ મળવાની જગાએ બેઉ મળ્યા. પણ આજે ઓખા એ નિર્ણય કર્યો, આશય પાસે લગ્ન ની હા કરાવી ને જ રહેશે. કહો ને ઓખા આશય નાં પ્રેમ માં એવી પાગલ હતી કે બીજું કઈ વિચારી નોતી શક્તિ કે વિચારવા નોતી માગતી. ઓખાને કોઈ હૂફ ની જરૂર હતી ને એ તેને આશય પાસેથી મળતી હતી. હવે તેને દુનિયામાં આશય સિવાય બધું વ્યર્થ લાગતું હતું. એની અત્યાર સુધી જે ઇચ્છાઓ અધુરી રહી હતી.. એને પૂર્ણ કરવા એ કઈ પણ રીતે તૈયાર હતી. ઓખાએ આશયને ચોક્ખા શબ્દોમા કહી દીધું ‘તું ‘લગ્નની હા નહિ પાડે તો હવે આપણે નહિ મળીએ.’ કહી જતી રહી. કોણ જાણે કેમ આશય પણ આ વખતે બીજી છોકરીઓ ની જેમ છોડી દેવા નહોતો માગતો.. બે દિવસ તો એમનેમ વીત્યા. પણ પછી એનાથી પણ ન રહેવાયું. એણે ફોન કરી ને ઓખાને લગ્નની હા પાડી દીધી. પણ સાદાઈથી મંદિરમાં કરવા એમ કહ્યું. આશય પોતાના લગ્ન જગ જાહેર કરવા નોતો માગતો.. પરણેલો હતો ને! ઓખા એ એની મમ્મી ને વાત કરી. ‘મમ્મી હું આશય નામના છોકરા સાથે લગ્ન કરવા માગું છુ.’ ને ટુકમા એના વિષે વાત કરી. મમ્મીએ ચોક્ખી ના પાડી. ‘એમ અજાણ્યા સાથે લગ્ન ન કરાય. થોડો સમાજ નો તો વિચાર કર.’ નાં પાડવા પાછળ એમનો પોતાનો પણ સ્વાર્થ હતો. ઓખા પરણી ને જતી રહે તો પોતાનું કોણ? 
પણ ઓખા તો નક્કી કરી ને જ બેઠી તી. મા થી ઉપરવટ થઇ ને તૈયાર થઇ હતી. ઓખા એ એની ફ્રેન્ડ આશાને મદદ માં લેવાનું નક્કી કર્યું. એણે એની ફ્રેન્ડ આશા ને વાત કરી…’આશા પ્લીઝ મને આશય સાથે પ્રેમ થયો છે તું મદદ કરીશ? એની સાથે પરણવામાં?’ ‘જો ઓખા તું મારી ફ્રેન્ડ છે તો મારે મદદ તો કરવી જોઈએ પણ એમ નહિ પહેલા હું એના વિષે બધું જાણું પછી જ મદદ કરું.’ એમ કહી આશાએ એના સુત્રો કામે લગાડ્યા…ગમે ત્યાંથી લિંક મેળવી આશય વિષે વિગતો એકઠી કરી. એને શક હતો એવું જ જાણવા મળ્યું. આશય પરણેલો હતો. ગામડામાં એની પત્ની ને રાખી પોતે શહેરમાં જલસા કરતો….આમાં જ એણે પહેલા પણ છોકરીઓને ફસાવી હતી પોતાની મીઠી મીઠી જાળ મા. આશાએ બધી વિગતે ઓખાને વાત કરી એને આશય ને ભૂલી જવા સમજાવી. પણ ઓખાના મગજમાં તો લગ્ન નું ભૂત સવાર હતું….આમે તે લગ્ન માટેની ઉંમર વટાવી ચુકી હતી. જોકે એમાં વાંક એનો ન હતો.. ઘરની જવાબદારી નો ભાર એના માથે હતો.. પિતા વગરની જીંદગીમાં માં ને બીજા ૨ નાના ભાઈ બહેન. હજુતો ગ્રેજ્યુએટ થઇ ત્યાં જ પિતાનું છત્ર ન રહ્યું. મમ્મી પણ એના બહુ ભણેલ ન હતા. એટલે વધારે જવાબદારી તો એના માથે જ હતી ઘરમાં આર્થિક ઉપાર્જન માટે ની. જોબ તો જોકે એને મળી ગઈ ને કામ કામ ને શીખવે એમ આગળ વધતી ગઈ. નાના ભાઈ બહેન ને ભણાવ્યા. પગભર કર્યા. બહેન પરણવા જેટલી થઇ એટલે મુરતિયો શોધી એને પરણાવી. મા ને એના માટે ચિંતા નોતી એવું ન હતું. પણ સ્વાર્થી મન વિચારતું ‘જો ઓખા પરણી જશે તો અમારું કોણ ધ્યાન રાખશે?’..ઊંડે ઊંડે એવું પણ ખરું કે ‘મારું કોણ?’ એટલે એને પરણાવાની વાત જ ન કરે. ને ઓખા પણ કુટુંબ માટે વધારે લાગણીશીલ. એટલે પોતાનો વિચાર કરે જ નહિ.
ભાઈ પ્રેમલ ભણી ને કામે વળગ્યો એટલે જાતે જ છોકરી શોધી પરણી ગયો. શરૂમાં તો બધું બરાબર ચાલ્યું પણ ધીરે ધીરે પીન્કી, પ્રેમલ ની પત્ની એ પોત પ્રકાશવા માંડ્યું. રોજ કઈ ને કઈ કંકાસ હોય. પીન્કી ને ઘરમાં ઓખાનું રાજ ચાલે તે સહન ન થાય. ઓખા પ્રેમાળ પણ પ્રેમલ દરેક વાતમાં ઓખાને મહત્વ આપે તે પીન્કીથી સહન ન થાય.
ધીરે ધીરે યુક્તિથી પીન્કી પ્રેમલને ઓખાના પ્રભાવથી દુર થાય એવા પ્રયત્નો કરવા લાગી.
પ્રેમલની સામે ઓખા સાથે સારું રાખે.પણ જેવો પ્રેમલ ઘરમાં ન હોય કે પીન્કીનું પંચીગ ઓખા પર શરુ થાય. ‘આટલા મોટા થયા પણ જરાય ભાન નથી. પતિ પત્ની ની વચ્ચે ન અવાય.’

‘પરણી જાવ તો અમે પણ છૂટીએ તમારાથી’. આવા બધા મેણા મારે. ઓખા ધીરે ધીરે માનસિક રીતે અસ્વસ્થ રહેવા લાગી ને ચીડિયન થવા લાગી. એમાં ધીરે ધીરે નણંદ ભાભીના ઝગડા

મોટું સ્વરૂપ લેવા લાગ્યા. છેવટે પ્રેમલ પત્ની ને લઇ મા ને એની બહેન ઓખાથી છુટો થઇ અલગ રહેવા લાગ્યો. 

ઓખા ને તો જવાબદારી એમ જ રહી. એની મમ્મીની પણ ઉંમર થવા લાગી હતી એટલે એમને મૂકી ને પોતે ઠરી ઠામ થવા વિચાર કરી જ ન શકી. જીવન નું ગાડું એમ ચાલે જતું હતું.
પોતાને થોડો આર્ટ નો શોખ. ચિત્રો દોરે. કોઈ વાર એફ્બી પર મુકે કોઈ કોઈ વખાણે એટલે વધારે ઉત્સાહથી નવું ચિત્ર બનાવી એફ્બી પર મુકે. એમાં જ આશય સાથે ઓળખ થઇ. ને લગ્ન કરવા સુધી વાત આગળ વધી. આશાએ સમજાવાનો ખુબ પ્રયત્ન કર્યો. પણ ઓખા એક ની બે ન થઇ. આશાની વાત માનવા તૈયાર ન થઇ. ને આખરે આશય સાથે પરણી ને જ રહી. આશય ને ઓખા શહેરમાં જ રહેતા એટલે શરુ માં તો આશયના ઘરના કે એની પત્ની નીલમ ને ખબર ન પડી. પણ કોઈ આશયના ગામડાના ફ્રેન્ડે આશય ને ઓખા સાથે વારંવાર જોયો. એણે ગામડે જઈ નીલમ ને એ વાત થી વાકેફ કરી. નીલમ તો વગર આશય ને જણાવે આશયના ઘરે આવી.
ઓખા એને જોઈ ને સ્તબ્દ્ધ! આશય એ વખતે ઘરમાં ન હતો. નીલમ ને ઓખા વચ્ચે પહેલા તો ખુબ વાકયુદ્ધ થયું….નીલમ એમ ગાંજી જાય એવી ન હતી….ક્યારે વાંક યુદ્ધે હાથ યુદ્ધનું સ્વરૂપ ધારણ કર્યું એ નો અહેસાસ જ ન રહ્યો બંને માંથી કોઈને.
એમાં નીલમનો જોરદાર ધક્કો ઓખા ને લાગ્યો ને ઓખા નું માથું દીવાલ સાથે અથડાયું. એ જ ક્ષણે તે બેભાન થઇ ગઈ. નીલમ આ જોઈ ગભરાઈ ગઈ. ને તરત ત્યાંથી જતી રહી. આ બાજુ આશય ઘરે આવ્યો ને ઓખાની  આ દશા જોઈ ગભરાયો.. ઓખા નું પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું. તે તો ત્યાંથી ઓખાને એની હાલત પર છોડી ભાગી ગયો. 

જ્યારે ઘરમાંથી વિચિત્ર વાસ આવવા લાગી ત્યારે પાડોસી એ પોલીસ માં કમ્પ્લેન કરી. પોલીસે આવી જોયું ત્યારે ઓખાની  લાશ પડી હતી. પોલીસ કેશ થયો….પ્રથમ દ્રષ્ટી એ આશય ને શકમંદ તરીકે પકડવામાં આવ્યો. લોકોમાં જાત જાત ની વાતો થવા લાગી. એ વાતો ના ફણગા ફૂટ્યા ને જેમને નોતી ખબર એ બધાને પણ ખબર પડી કે ઓખા પરણેલા પુરુષ ને પરણી હતી. ને એ પણ આગલીને છૂટાછેડા આપ્યા વગર. બસ લોકો ને તો દોષ નો ટોપલો ઓખા પર નાખવાનો મોકો મળી ગયો. પોલીસ પણ એની રીતે તપાસ કરતી હતી. આશય તો પોતે નિર્દોષ છે નું રટણ કર્યા કરતો હતો…આશયે વકીલ રોકી જામીન તો મેળવી લીધા….લોકોમાં અલગ અલગ વાતો થતી એમાં પોલીસ ને ખબર પડી કે આશય ને આગલી પત્ની પણ છે. એટલે તપાસ આદરી. છેવટે પોલીસને નીલમનો પત્તો લાગ્યો.
પહેલા તો નીલમ નામુક્કરર રહી. પણ પોલીસના અતિ દબાણ માં ભાંગી પડી ને કબુલ કર્યું કે બંને વચ્ચે જપાજપીમાં ઓખા નું માથું દીવાલ સાથે ભટકાયું. પણ એને ખબર ન હતી કે ઓખા મૃત્યુ પામી છે…કોર્ટમાં કેશ ચાલ્યો….વાદી પ્રતિવાદી ની જુબાનીઓ લેવાઈ. ઓખા તરફથી લડવા કોઈ તૈયાર ન થયું. ભાઈ કહે ‘દોષી તો એ કહેવાય. એના લીધે અમારે સમાજ માં નીચા જોણું થયું.’ બહેન તો ફોરેન જતી રહી તી.જે કુટુંબ માટે ઓખા એ સમર્પણ કર્યું એ કુટુંબ જ એને દોષી ઠેરવવા તૈયાર થયું. કોર્ટમાં પણ એ પરણેલા પુરુષ ને પરણી એ માટે દોષિત ઠરી…ને નીલમનો ગુનો સાબિત થયો પણ પોતાના લગ્ન જીવન ને બચાવા ના પ્રયત્ન મા એનાથી આવું પગલું ભરાઈ ગયું,. એમ એના વકીલની દલીલો
ને પુરાવાના અભાવે નીલમને ૩ વર્ષ ની જેલની સજા થઇ. ને આશય ને શકમંદ નો લાભ મળ્યો. પણ એણે ઓખા સાથે ગેરકાયદે લગ્ન કર્યાં એટલે એને પણ સજા થઇ. ઓખા કાયદાની રૂહે દોષિત કહેવાય. પણ એના પ્રેમ કરવાના ને ખોટી રીતે લગ્ન કરવાના ની સજા એને આટલી

મોટી મળશે એનો તો અહેસાસ એને ક્યાંથી ઓય. કુટુંબ ને સમાજ માં પણ એ જ ચર્ચા રહી કે એ જ દોષી છે…બરાબર છે એ પરણેલા પુરુષ સાથે પૂરું જાણ્યા વગર પરણી. પણ શું કુટુંબ ની ફરજ નોતી કે એને હૂફ આપવી…એના જીવન નો પણ વિચાર કરવો …! બસ પોતાનો સ્વાર્થ જોયો….

દોષિત કોણ ને સજા ભોગવી કોણે…???

— લતા કાનુગા. ‘વેલ’

2 thoughts on “ગુડ મોર્નિંગ 

  1. Navin Palan

    સરસ વાત કરી છે આજકાલ ના વર્તમાન સમયની પરિસ્થિતિ ને સુંદર રીતે રજૂ કરી છે.
    ભવિષ્યમાં પણ આ ટ્રેન્ડ શરૂ રાખશો એવી અપેક્ષા.

    Liked by 1 person

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s